- પુંછના મેંઢર સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા શસ્ત્રવિરામ ભંગ
- પાકિસ્તાન દ્વારા મેંઢર સેક્ટરમાં મોર્ટાર શેલિંગ
- ભારતીય સેના દ્વારા આકરી વળતી કાર્યવાહી
પાકિસ્તાને ફરીથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. પુંછના મેંઢર સેક્ટરમાં ફાયરિંગ થઈ રહ્યું છે. પાકિસ્તાન દ્વારા શસ્ત્રવિરામ ભંગ દરમિયાન કરાયેલા ફાયરિંગમાં મોર્ટાર શેલિંગ પણ કરવામાં આવ્યું છે. ભારતીય સેના દ્વારા પણ પાકિસ્તાનની નાપાક હરકતને આકરો જવાબ આપવામાં આવ્યો છે.
જમ્મુ-કાશ્મીરના મામલા પર ભારત પર ખાર ખાઈને બેઠેલા પાકિસ્તાને ફરી એકવાર સરહદે ફાયરિંગ કર્યું છે. ગુરુવારે સવારે સાડા અગિયાર વાગ્યે પાકિસ્તાન તરફથી પુંછ જિલ્લાના મેંઢર સેક્ટરમાં શસ્ત્રવિરામ ભંગ કરવામાં આવ્યો છે. તાજેતમાં કેટલાક દિવસોથી પાકિસ્તાન સતત આમ કરી રહ્યું છે, પરંતુ ભારતના જવાનો દર વખતે તેને આકરો જવાબ આપી રહ્યા છે. આજે પાકિસ્તાને પોતાની એક બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ પણ કર્યું છે.
ગુરુવારે સવારે પાકિસ્તાન તરફથી મેંઢરમાં મોર્ટાર શેલિંગ કરવામાં આવ્યું અને ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે મેંઢર પહેલા પાકિસ્તાન તરફથી પુંછ જિલ્લામાં તાજેતરમાં કેટલાક દિવસોથી ફાયરિંગ કરાઈ ચુક્યું છે. જો કે દર વર્ષે પાકિસ્તાનને આમા ધૂળ ચાટવાનો વારો આવ્યો છે અને ત્યારે જઈને પાકિસ્તાને પોતાની નાપાક હરકતને થોડાક સમય માટે બંધ કરી છે.
ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી 5 ઓગસ્ટે અનુચ્છેદ-370ને અસરહીન કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારથી પાકિસ્તાન સતત ખળભળાટ અનુભવી રહ્યું છે અને પોતાનો ગુસ્સો બોર્ડર પર ઉતારી રહ્યું છે. પરંતુ પાકિસ્તાનને આ ભારે પણ પડી રહ્યું છે, કારણ કે ગત ત્રણ સપ્તાહોમાં ફાયરિંગ દરમિયાન ભારતીય જવાનોએ 10 પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્ય છે. ભારતના જવાનોએ આ એક્શન વળતી કાર્યવાહીમાં લીધું છે.
પાકિસ્તાને આ મામલા પર કૂટનીતિક રીતે દરેક સ્થાન પર હાર મળી રહી છે, સંયુક્ત રાષ્ટ્ર, અમેરિકા, રશિયા જેવા મોટા દેશો કાશ્મીર મામલામાં પાકિસ્તાનની દખલગીરી કરવાની ગુહાને કાને ધરી રહ્યા નથી. માટે પાકિસ્તાન સતત આવા પ્રકારના પગલા ઉઠાવી રહ્યું છે, જેનાથી દુનિયાનું ધ્યાન આના તરફ ખેંચાઈ શકે.
પાકિસ્તાન એક તરફ સીમા પર યુદ્ધવિરામને તોડી રહ્યું છે, તો બીજી તરફ પાકિસ્તાને બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ પણ કર્યું છે. આ મિસાઈલને પાકિસ્તાને ગઝનવી નામ આપ્યું છે. કાશ્મીરને લઈને બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાને અચાનક મિસાઈલ પરીક્ષણ કરીને દુનિયાનું ધ્યાન ખેંચવાની કોશિશ કરી છે.