- બેંકોને તેમના તમામ કર્મીઓના કોરોના ટેસ્ટ કરવા સૂચના
- બેંકના મુખ્ય મેનેજદરને આપવામાં આવ્યા આદેશ
- સુરક કોર્પોરેશન એ કર્મીઓના રિપોર્ટ કરાવવાના સુચનો આપ્યો
સુરતઃ- સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે ગુજરાતના કાપડ ઉદ્યોગનું શહેર ગણાતા સુરતમાં પણ કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે, ત્યારે હવે વધતા કેસને લઈને વહિવટી તંત્રને આંખ ખુલી છે,તંત્ર હવે કોરોનાને લઈને સત્રક બન્યું છે.
થોડા દિવસો પહેલા જ એક એહવાલથી માહિતી મળી હતી કે અમદગાવાદ શહેરમાં કોરોનાની બીજી તરંગમાં કુલ 1 હજાર જેટલા બેંકોના કર્મીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે, ત્યારે હવે સુરતમાં પણ તમામ બેંકોના કર્મચારીઓનો કોરોના રિપોર્ટ કરવવાના સુચનો જારી કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, બેંક એક એવું સ્થાન છે કે જ્યા શહેરના મોટો ભાગના લોકો વતા હોય છે, જેથી કર્મીઓને સંક્રમણ લાગવાનો થતરો વધુ જોવા મળે છે, આ કારણોસર હવે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે બેંકોના તમામ કર્મચારીઓના કોવિડ-19 ટેસ્ટ ફરજિયાત કરવવાના આદેશ આપ્યા છે.આ સાથે જ સાવચેતીના ભાગરુપે બેંકોને એટીએમ મશિન અને એટીએમ જ્યા રાખવામાં આવ્યા છે તેવા સ્થળોને સંપૂર્ણ સેનિટાઇઝ કરવાની સૂચના પણ અપાઈ છે.
બેંકોમાં દરરોજ હજારો લોકોની અવર જવર હોય છે જેમાં કોણ કોરોના પોઝિટિવ હોય કોણ નહી તે કોઈને ખબર રહેતી નથી જેના કારણે બેંકોના કર્મીઓને ક્યારેક સંક્રમિત થવાનો ડર રહેતો હોય છે.જેને લઈને સુરતના કમિશનરે આદેશ જારી કર્યા છે.
આ સમગ્ર બાબતે બેંકના મુખ્ય બેંક મેનેજરોને સૂચના આપવામાં આવી છે કે, તમામ બેંકોમાં વેન્ટિલેશનની સુવિધા ન હોય તો તાત્કાલિક ઘોરણે તેને ઊભી કરવામાં આવે, સાથે જ બેંકમાં આવતા તમામ લોકો કોરોનાની લાઈડલાઈનનું સખ્ત પાલન કરે તેના પર ખાસ ધ્યાન આપવામાં આવે, કારણ કે કોઈ પણ ગ્રાહકની લાપરવાહી કોઈ બીજાને કોરોના પોઝિટિવ કરી શકે છે.
સાહિન-