Site icon hindi.revoi.in

કોઈ નેતાને અમારે મળવું નથી ,નેતાઓથી અમને ખતરો છેઃકોગ્રેસ સાંસદોની પોલીસને અપીલ

Social Share

કર્ણાટકના બળવાખોર કોંગ્રેસના સાંસદોએ પોલીસને અપીલ કરી છે કે કોંગ્રેસના નેતાઓને અમને મળવાથી રોકવામાં આવે કારણ કે અમને નેતાઓથી ખતરો છે ત્યારે દરેક સાસંદ પોતાના રાજીનામા પર અડગ છે તેમ જણાવ્યું છે.

મુંબઈની હોટલમાં રોકાયેલા રાજીનામા આપનારા સાસંદોએ પોલીસ પ્રમુખને એક પત્ર લખ્યો છે અને પત્રમાં તેઓએ કહ્યું છે કે અમે કોંગ્રેસના કોઈ પણ નેતાઓને મળવા માંગતા નથી . સાસંદોને જાણવા મળ્યું છે કે મલ્લિકાર્જુન અને ખડગે તથા કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામી તેઓને રિનેસા હોટલ પર મળવા માંગે છે જેને લઈને બળવાખોર સાંસદોએ પાલીસને અપીલ કરી હતી કે અમને નેતાઓથી ખતરો છે જેને લઈને અમે નેતાઓને મળવા માંગતા નથી.

મુંબઈ પોલીસ પ્રમુખને બળવાખોર સાંસદે પત્ર લખીને જણાવ્યું હતુ કે “અમારી ઈચ્છા મલ્લિકાર્જુન ખડગે કે ગુલામ નબી આઝાદને મળવાની નથી અમે તેઓથી સુરક્ષીત નથી જેથી લઈને તેઓને અમને મળવાથી અટકાવો ”

કર્ણાટકમાં કોંગ્રેસ જેડીયુના નેતાઓ એ રવિવારે સરકારને બચાવવાના ભવિષ્ય માટે અનેક ચર્ચાઓ કરી હતી જ્યારે આ નેતાઓ બળવાખોર સાંસદોને મનાવવાના પ્રયત્નમાં કાઈ પમ કસર છોડી નથી, કારણ કે આ અઠવાડીયામાં કુમાર સ્વામી સરકારનું વિશ્વાસમત થવા જઈ રહ્યું છે ત્યારે આ બળવાખોર સાંસદો રાજીનામા પાછુ ખેચવાની કોઈજ ઈચ્છા ધરાવતા નથી, તેમણે લીધેલા રાજીનામાંના નિર્ણય પર તેઓ અડગ છે ,ત્યારે કર્ણાટક સરકાર તૂટવાની હોય તેમ લાગી રહ્યું છે જેનું કારણ છે કે જે 16 સાસંદોએ રાજીનામાં આપ્યા છે તેમાંથી 13 કોંગ્રેસના સાંસદ છે જ્યારે 3 જેડીયુના છે ત્યારે એમ કહી શકાય કે હજું કોગ્રેસના માથે તલવાર લટકી રહી છે, કોંગ્રેસ પરથી સંકટના વાદળો હટનાનું નામ નથી લેતા.

Exit mobile version