Site icon Revoi.in

જીસી મુર્મૂના રાજીનામાનો સ્વીકાર- જમ્મુ કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ તરીકે ‘મનોજ સિન્હા’ની વરણી

Social Share

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા મનોજ સિન્હા હવે જમ્મુ કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ બનશે,વિતેલા દિવસ બધવારની સાંજે ગિરિશ ચંદ્ર મુર્મૂએ પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપ્યું હતુ, હવે આજ રોજ સવારે રાષ્ટ્રપતિ ભવન તરફથી મનોજ સિન્હાની પસંદગીનુ એલાન કરવામાં આવ્યું છે,ગાજીપુરના સાંસદ રહી ચૂકેલા મનોજ સિન્હા આ પહેલા કેન્દ્ર સરકારનામ મંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે,તે સાથે જ તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનવાની હોડમાં પણ સૌથી આગવુ સ્થાન ધરાવતા હતા.

ઉલ્લેખનીય છે કે, 5 ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને અસરહીન કરવામાં આવી હતી, ત્યારે વિતેલી કાલે આ ઘટનાને એક વર્ષ પુરુ થયું છે, આ સમગ્ર બાબત વચ્ચે ગઈકાલે સાંજે જીસી મુર્મૂના રાજીનામાના સમાચાર બહાર આવ્યા હતા. મુર્મૂનું આ રાજીનામાનો રાષ્ટ્રપતિએ સ્વીકાર કરી લીધો છે, ઉલ્લેખનીય છે કે, ગિરીશ ચંદ્ર મુર્મુ ઓડીશા ગુજરાત કૅડરના વર્ષ 1985ની બૅચના આઈએએસ અધિકારી રહી ચૂક્યા હતા, તે સાથે જ નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્ય મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન મુર્મુ પ્રદેશના મુખ્ય સચિવ પણ હતા.

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ જીસી મુર્મૂનું રાજીનામું-આજે આવી શકે છે દિલ્હી

જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલની જવાદબારી હવે મનોજ સિન્હાને સોંપવામાં આવી છે,ત્યારે હવે ફરીએક વાર જમ્મુ-કાશ્મીરના ઉચ્ચહોદ્દા પર રાજનીતિની એન્ટ્રી થઈ છે,જ્યારે જમ્મુ-કાશ્મીર પૂર્ણ રાજ્ય હતું તે સમય દરમિયાન સત્યપાલ મલિક અહીના રાજ્યપાલ હતા,પરંતુ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબુદ કરીને તેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો ત્યારે અધિકારી જીસી મુર્મૂને આ સ્થાન પર મોકલમાં આવ્યા ,ઉલ્લેખનીય છે કે જીસી મુર્મૂની ગણતરી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ અધિકારીઓમાં કરવામાં આવતી હોય છે.

જાણો કોણ છે મનોજ સિન્હા

 

સાહીન