Site icon Revoi.in

શરદ પવારનો PM પર વ્યંગ: મારી પાસે પત્ની, દીકરી, જમાઈ, મોદી પાસે કોઈ નહીં

Social Share

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ યાદવે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા તેમના પરિવાર પર ટિપ્પણી કર્યા પછી પીએમ પર વ્યંગ કર્યો છે. પીએમની ટિપ્પણીથી ભડકેલા શરદ પવારે મહારાષ્ટ્રના જાલનામાં કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ન પત્ની છે અને ન બાળકો. એટલે તેઓ પરિવારના મહત્વને સમજી શકે તેમ નથી.

એક રેલીમાં શરદ પવારે કહ્યું, “તેમના પરિવારમાં કોઈ નથી, તો પરિવાર કેવી રીતે ચાલે છે તે વિશે તે કેવી રીતે જાણી શકે. કોઇ કેવી રીતે પોતાના પત્ની અને બાળકોની સારસંભાળ લે છે તે પણ ક્યાંથી ખબર પડે. આ પણ એક કારણ છે કે તેઓ અન્ય લોકોના પરિવારોમાં નજર નાખે છે. મોદીજી બીજાના પરિવારમાં ઝાંકવું યોગ્ય નથી.” પવારે કહ્યું, ‘હું પણ ઘણુંબધું કહી શકું છું પરંતુ હું એટલો નીચે નથી પડવા માંગતો.’ પવારે કહ્યું કે મોદી દર વખતે મારા વિશે વાત કરતા રહે છે, તેનાથી તેમને મફતમાં પ્રચાર મળી રહે છે.

તેમણે કહ્યું, “લોકોને એ મહેસૂસ થાય છે કે જો તેઓ તેમના (પવાર) વિશે વાત કરશે તો ચોક્કસપણે તેમનામાં કોઈ વાત હશે. અને જ્યારે પણ તેઓ બોલે છે, તો તેઓ કહે છે કે પવારજી સારા માણસ છે પરંતુ તેમના પરિવારમાં પરેશાની છે કારણકે તેમના પરિવારના સભ્યોની વચ્ચે તાલમેલનો અભાવ છે.”

પવારે એમ પણ કહ્યું, “હું એમ કહેવા માંગું છું કે મારો ભત્રીજો મોટો થઈ ગયો છે અને પોતાની જવાબદારીઓ જાતે સંભાળી શકે છે. મારી ફક્ત એક જ દીકરી છે અને તેના લગ્ન થઈ ચૂક્યાં છે. હું તેમને એમ પૂછવા માંગું છું કે મારા પરિવારમાં જે કંઇપણ થઈ રહ્યું છે તેનાથી તેમને શું લેવાદેવા છે. પરંતુ ત્યારબાદ મને અહેસાસ થયો કે મારી પાસે પત્ની, દીકરી, જમાઈ અને ભત્રીજો છે પરંતુ તેમની પાસે કોઈ નથી.”

પવારની આ ટિપ્પણી મોદીના તે નિવેદનના એક અઠવાડિયા પછી આવી છે જેમાં તેમણે એનસીપી પ્રમુખના પારિવારિક આંતરિક ઝઘડાઓ વિશે ટિપ્પણી કરી હતી. વર્ધામાં એક રેલી દરમિયાન પીએમએ કહ્યું હતું, “એક સમય હતો જ્યારે શરદ પવાર વિચારતા હતા કે તેઓ પણ વડાપ્રધાન બની શકે છે. તેમણે પહેલા જાહેરાત કરી કે તેઓ ચૂંટણી લડશે પરંતુ અચાનક તેમણે કહ્યું કે તેઓ રાજ્યસભામાં ખુશ છે.”

પીએમએ કહ્યું હતું, “આવું એટલા માટે થયું કારણકે તેઓ પણ જાણી ગયા હતા કે હવા કઈ તરફ વહી રહી છે. આ ઉપરાંત એનસીપી પ્રમુખના પરિવારમાં પણ લડાઈ ચાલી રહી છે. એનસીપીની સ્થાપના શરદ પવારે કરી હતી. જોકે તેમનો ભત્રીજો ધીમે-ધીમે પાર્ટી પર નિયંત્રણ કરી રહ્યો છે. એ જ કારણ છે કે એનસીપી પ્રમુખ ટિકિટની વહેંચણી કરવામાં પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે.”