Site icon Revoi.in

કાંકેરમાં આઠ લાખનો ઈનામી નક્સલી થયો એરેસ્ટ, દશ વર્ષથી હતો સક્રિય

Social Share

કાંકેર: છત્તીસગઢના કાંકેરમાં પોલીસે ગુરુવારે આઠ લાખ રૂપિયાના ઈનામી નક્સલીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા નક્સલીની ઉપર ઘણી ઘટનાઓમાં સંડોવણીનો આરોપ છે. જણાવવામાં આવે છે કે આ નક્સલી ગત દશ વર્ષોથી સક્રિય હતો.

કાંકેર સિવાય સુકમામાં પણ પોલીસને નક્સલીઓ વિરુદ્ધ સફળતા મળી છે. સુકમાના એસપી સલભ સિંહાએ કહ્યુ છે કે અમે મુરગીગુડા અને અટકળની વચ્ચે જંગલમાં નક્સલીઓની હાજરીની ખબર મળી હતી, તેના પછી ડીઆરજી ટીમ જંગલમાં સર્ચ માટે મોકલવામાં આવી, જેના ઉપર નક્સલીઓએ હુમલો કર્યો હતો. સેલ્ફ ડિફેન્સમાં અમારી ટીમે પણ જવાબ આપ્યો હતો. અમે સર્ચ ઓપરેશન દરમિયાન એક નક્સલીની લાશ, હથિયાર અને એક બેગમાં દવાઓ અને સર્જિકલ આઈટમ્સ જપ્ત કરી છે.

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત નારાયણપુર જિલ્લામાં નક્સલીઓએ બુધવારે બે સુરંગ વિસ્ફોટ કર્યા હતા અને તેમા પોલીસ જવાનો માંડમાંડ બચ્યા હતા. અધિકારીઓએ ક્હ્યુ હતુ કે જિલ્લાના નારાયણપુર સોનપુર માર્ગ પર સડક નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. તેની સુરક્ષા માટે ડીઆરજીના જવાનોને તેનાત કરવામાં આવ્યા છે. જવાન જ્યારે બેચા વળાંક પર હતા, ત્યારે નક્સલીઓએ બે બોમ્બમાં વિસ્ફોટ કર્યા હતા.

પોલીસ અધિકારીએ કહ્યુ છે કે બાદમાં જ્યારે પોલીસ ફોર્સે ઘટનાસ્થળની તલાશી લીધી  હતી,તો ત્યાં ચાર-ચાર કિલોગ્રામની બે સુરંગ જપ્ત થઈ હતી. તેને બોમ્બ નિરોધક સ્ક્વોર્ડને નિષ્ક્રિય કરી દીધી હતી. તેમણે કહ્યુ છે કે આ ઘટના બાદ ક્ષેત્રમાં નક્સલીઓ વિરુદ્ધ અભિયાન તેજ કરી દેવામાં આવ્યું છે.