Site icon hindi.revoi.in

ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન, 12,276 પ્રવાસી શ્રમિકોને મળી રોજગારી: રેલવે

Social Share

ભારતમાં કોરોનાને કારણે લોકડાઉન દરમિયાન અનેક લોકોને ઘરે બેસવાનો વારો આવ્યો હતો ત્યારે આ વચ્ચે રેલવે તરફથી એક સકારાત્મક અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યો છે. રેલવે અનુસાર તેણે બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન હેઠળ 25 સપ્ટેમ્બર સુધી 10,66,246 માનવ દિવસ કામ સર્જન કર્યું છે.

આ રાજ્યોમાં અંદાજે 164 રેલવે પ્રોજેક્ટ્સ લાગુ કરવામાં આવી રહ્યા છે. નિવેદનમાં માહિતી આપવામાં આવી છે કે, 25 સપ્ટેમ્બર સુધી 12,276 શ્રમિકોને આ યોજના અંતર્ગત કાર્ય કર્યું અને પ્રોજેક્ટના કામકાજ માટે કોન્ટ્રાક્ટરોને 2190.7 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા હતા.

રેલવેએ વધુમાં ઉમેર્યું હતું કે, રેલવેએ પ્રત્યેક જીલ્લાની સાથોસાથ રાજ્યોમાં પણ નોડલ અધિકારીઓની નિમણૂક કરી છે જેથી રાજ્ય સરકાર સાથે નજીકનું સમન્વય સ્થાપિત થાય. રેલવેએ આ યોજના હેઠળ અમલમાં મૂકેલ ઘણાં રેલ કાર્યોની ઓળખ કરી છે.

મહત્વનું છે કે, પીએમ મોદીએ 20 જૂને કોવિડ-19 પ્રભાવિત પ્રવાસી મજૂરોની તેના ક્ષેત્રો અથવા ગામમાં આજીવિકાના તક આપવા માટે ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન નામે એક વિશાળ રોજગાર સહ ગ્રામીણ જાહેર કાર્ય અભિયાન શરૂ કર્યું હતું. ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન હેઠળ મજબૂત ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખાના નિર્માણ માટે 50,000 કરોડ રૂપિયા ખર્ચ કરવાની ઘોષણા કરવામાં આવી હતી.

(સંકેત)

Exit mobile version