Site icon hindi.revoi.in

લોન મોરેટોરિયમ: સરકારના સોગંદનામાનો જવાબ આપવા સુપ્રીમે તમામ પક્ષોને 1 સપ્તાહનો આપ્યો સમય

Social Share

નવી દિલ્હી:  લોન મોરેટોરિયમ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા લોન મોરેટોરિયમ મામલે કેન્દ્ર સરકારના સોગંદનામાનો જવાબ આપવા માટે તમામ પક્ષોને એક સપ્તાહ સુધીનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે રિયલ એસ્ટેટ એસોસિયેશન અને અન્યોના મુદ્દાઓ પર પણ વિચાર કરવો જોઇએ. હવે આગામી સુનાવણી 13 ઑક્ટોબરે હાથ ધરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટ અનુસાર નિર્ણયોને લાગુ કરવા માટે સરકાર કે RBI દ્વારા કોઇ નક્કર આદેશ કે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી. તે ઉપરાંત કામથ સમિતિના રિપોર્ટને રેકોર્ડમાં નથી લેવામાં આવ્યો. કોર્ટે કહ્યું કે અરજદારની દલીલ છે કે કેન્દ્રના સોંગદનામાના અનેક મુદ્દાઓ પીઆર કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી.

ઇન્ડિયન બેન્ક્સ એસોસિયેશન (IBA) તરફથી વકીલ હરીશ સાલ્વેએ કહ્યું હતું કે આ મામલે વિલંબથી બેન્કોને નુકસાન થઈ રહ્યું છે. જો સુનાવણી ટાળવામાં પણ આવે છે તો એ ફક્ત જવાબ આપવા માટે ટાળવામાં આવે, જેથી 2-3 દિવસથી વધુનો સમય ન આપવો જોઈએ.

(સંકેત)

Exit mobile version