Site icon Revoi.in

રામ મંદિરના શિલાન્યાસને લઇને આજે અયોધ્યામાં બેઠક, તારીખ કરાશે નક્કી

Social Share

ભારતવાસીઓ જેની આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યા છે તે અયોધ્યાના રામ મંદિરના નિર્માણ કાર્ય સહિત શિલાન્યાસના સંભવિત કાર્યક્રમો માટેની બેઠક આજે એટલે કે શનિવારે મળનાર છે. આ બેઠકમાં કેટલીક મહત્વની બાબતો અંગે નિર્ણય લેવાઇ શકે છે.

અયોધ્યા સર્કિટ હાઉસમાં આ બેઠકનું આયોજન થશે. જેમાં શિલાન્યાસની તારીખ ઉપરાંત મંદિરના સ્વરૂપ, માળખા, નિર્માણ કાર્ય શરૂ કરવા જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા હાથ ધરાશે અને ત્યારબાદ નિર્ણય લેવાશે.

રામ મંદિરના ભૂમિપૂજન માટે ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસે પીએમ મોદીને આમંત્રણ પાઠવ્યું છે જો આ કાર્યક્રમમાં પીએમ મોદીની ઉપસ્થિતિને લઇને કોઇ સ્પષ્ટતા નથી. સૂત્રોનુસાર રામ મંદિરનું નિર્માણ કાર્ય આગામી મહિનાથી શરૂ થાય તેવી સંભાવના છે.

મહત્વનું છે કે, પીએમ મોદીના પૂર્વ મુખ્ય સચિવ અને મંદિર ટ્રસ્ટ નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ ગુરુવારે બીએસએફના પૂર્વ મહાનિર્દેશક અને રામ જન્મભૂમિ ટ્રસ્ટના સુરક્ષા સલાહકાર કે કે શર્મા સાથે અયોધ્યાની મુલાકાત લીધી હતી. મિશ્રાએ ટ્રસ્ટના સભ્યો સાથે બે કલાક બેઠક યોજી હતી જેમાં મંદિરની ડિઝાઇન અને મોડલ અંગે ચર્ચા થઇ હતી.

(સંકેત)