Site icon hindi.revoi.in

12 સપ્ટેમ્બરથી દેશમાં નવી 80 પેસેન્જર ટ્રેન ચાલશે, આ તારીખથી થશે બુકિંગ

Social Share

દેશમાં 12 સપ્ટેમ્બરથી 80 નવી સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવશે. 10 સપ્ટેમ્બરથી આ માટે બુકિંગ શરૂ કરવામાં આવશે. આ અંગે માહિતી આપતા રેલવે બોર્ડના ચેરમેન વી કે યાદવે જણાવ્યું હતું કે આ ટ્રેનોને પહેલાથી ચાલી રહેલી 230 ટ્રેનો સિવાય વધારાની ચલાવવામાં આવશે. આપને જણાવી દઇએ કે રેલવે મંત્રાલયે પહેલા ઘણી શ્રમિક સ્પેશયલ ટ્રેન સેવાઓ સાથે-સાથે IRCTC સ્પેશયલ ટ્રેન સેવાઓની શરૂઆત કરી હતી.

આ અંગે વધુ જાણકારી આપતા રેલવે બોર્ડના ચેરમેને જણાવ્યું હતું કે, સ્પેશ્યલ ટ્રેનોના પરિચાલન પર નજર રાખવામાં આવશે અને જ્યાં ટ્રેનની માંગણી હશે અથવા લાંબુ વેઇટિંગ હશે ત્યાં ક્લોન ટ્રેન ચલાવવામાં આવશે. પરીક્ષાઓ માટે કે તેના જેવા કોઇ ઉદ્દેશ્ય માટે રાજ્ય સરકારોની વિનંતી પર ટ્રેનોને ચલાવવામાં આવશે.

બીજી તરફ રેલવે સ્ટેશન પરિસરમાં કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે તકેદારીના ભાગરૂપે ફેસ માસ્ક પહેરવું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. સ્ટેશન પર થર્મલ સ્ક્રીનિંગથી પસાર થવા માટે બધા યાત્રીઓએ ઓછામાં ઓછા 90 મિનિટ પહેલા સ્ટેશન પર પહોંચવું પડશે.

જે લોકોમાં કોરોનાના કોઇ લક્ષણ જોવા નહીં મળે તેમને જ રેલવે ઓથોરિટી સ્પેશયલ ટ્રેનમાં યાત્રા કરવાની મંજૂરી આપશે. આ સિવાય સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવું પડશે. યાત્રીઓએ પોતાના મોબાઇલમાં આરોગ્ય સેતુ ફરજીયાતપણે ડાઉનલોડ કરવી પડશે.

(સંકેત મહેતા)

Exit mobile version