Site icon hindi.revoi.in

મણીપુર: પીએલએ ઉગ્રવાદીઓનો હુમલો, 3 જવાન શહીદ, 4 ઇજાગ્રસ્ત

Social Share

આજે મણીપુરમાં ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં ત્રણ જવાન શહીદ થયા છે.ભારત-મ્યાનમાર સરહદ નજીક મણીપુરમાં એક સર્ચ ઓપરેશન દરમિયાન પીપલ્સ લિબરેશન આર્મી ઉગ્રવાદીઓએ આસામ રાયફલ્સના જવાનો પણ હુમલો કર્યો હતો. તેમાં ત્રણ જવાન શહીદ થયા છે અને 4 જવાન ઘાયલ થયા છે. સર્ચ ઓપરેશન દરમિયાન હથિયારધારી પીએલએ ઉગ્રવાદીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર પીએલએ આતંકીઓએ આજે સવારે આ હુમલો કર્યો હતો. આતંકીઓએ પહેલા ઇન્ટેન્સિવ એક્સપ્લોઝિવ ડિવાઇસથી વિસ્ફોટ કર્યો હતો અને ત્યારબાદ જવાનો પર ગોળીબાર કર્યો હતો.

મહત્વનું છે કે, સૂત્રોનુસાર ચીન આ પીએલ ઉગ્રવાદીઓને ભારત પર હુમલો કરવા પ્રેરિત કરે છે અને આવું કરવા માટે ભંડોળ પણ પૂરું પાડે છે. ચીનની સહાયથી આવા ઉગ્રવાદી સંગઠનો ભારતીય લશ્કરના જવાનો પર હુમલો કરે છે.

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ભારત અને ચીન વચ્ચે સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે ત્યારે ચીન ભારત વિરુદ્વ પગલાં લેવા માટે આ રીતે ઉગ્રવાદીઓને તૈયાર કરાવી રહ્યું છે અને તેઓ પાસે આ રીતે હુમલો કરાવી રહ્યું છે.

(સંકેત)

 

Exit mobile version