Site icon hindi.revoi.in

કોરોના કાળમાં લોકો આયુર્વેદ તરફ વળ્યા, આયુર્વેદિક ઉકાળાનું સેવન-ચલણ વધ્યું

Social Share

કોરોનાના સંક્રમણથી બચવા લોકો આયુર્વેદ તરફ વળ્યા
– આયુર્વેદિક ઉકાળાનું સેવન અને ચલણ વધ્યું
– તેનાથી લોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થયો

કોરોનાના સંક્રમણથી બચવા માટે લોકડાઉન દરમિયાન લોકો આયુર્વેદ તરફ વળ્યા છે. કોરોનાના સંક્રમણથી બચવા માટે આયુર્વેદિક ઉકાળાનું ચલણ વધ્યું છે. કોરોના થી બચવા રોગપ્રતિકારક શક્તિ સારી હોય તે જરૂરી છે તેથી ઉકાળાના સેવનથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

કોરોના ની પરિસ્થિતિ વચ્ચે ઘરે-ઘરે, શેરીએ-શેરીએ, શહેરો અને ગામડાઓમાં, કોર્પોરેટ ઓફિસોમાં ઉકાળાનું સેવન અને ચલણ વધ્યું છે. એસ વી પી હોસ્પિટલમાં 114 દિવસ દરમિયાન 1700 થી વધુ દર્દી એ 12 હજારથી વધુ વખત રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાનું સેવન કર્યું છે.

સરકાર દ્વારા 10 મૂલ અને પથ્યાદી ક્વાથયુક્ત ઉકાળા તૈયાર કરવામાં આવે છે. 10 મૂલમાં બિલ્વ, અગ્નિમંથ, શ્યોનાક, પાટલા, ગંભારી, ગોક્ષુર, પૃષ્ણપર્ણી, શાલપર્ણી, કંટકારી, બૃહતિનું મિશ્રણ કરવામાં આવે છે. જે શ્વાસ લેવામાં પડતી તકલીફ, શરીરના કોઇપણ ભાગમાં થયેલ સોજા અને તાવ સામે રક્ષણ મેળવવામાં ઉપયોગી બને છે. જ્યારે પથ્યાદી ક્વાથમાં હરડે, બહેળા, આમળા, હળદર, લીમડો અને ગળાનું મિશ્રણ ઉમેરીને બનાવવામાં આવે છે. જે માથાના દુખાવા અને તાવ માટે ખૂબ જ અસરકારક છે. આ બંનેના મિશ્રણથી ઉકાળો તૈયાર થાય છે. જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સાથે સાથે અન્ય તકલીફોમાં પણ ઉપયોગી બને છે.

અત્યાર સુધીમાં એસ.વી.પી.માં સારવાર લેનારા દર્દીઓએ 12000 હજારથી વધુ ઉકાળાનું સેવન કર્યુ છે. દરરોજ 100 જેટલા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને ઉકાળાનું વિતરણ કરાવવામાં આવે છે. જેના દર્દીઓ અને કોરોના વોરિયર્સ તરફથી ખૂબ જ સકારાત્મક અને અસરકારક પ્રતિભાવો મળ્યા છે.

(સંકેત)

 

Exit mobile version