Site icon hindi.revoi.in

રેલવે યાત્રિકો માટે ખુશખબર! હવે કન્ફર્મ ટિકિટ મળશે

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

રેલવે યાત્રિકો માટે એક સારા સમાચાર છે. રેલવે યાત્રિકોને હવે ટ્રેનમાં વેઇટિંગની ટિકિટમાંથી મુક્તિ મળશે. રેલવે બોર્ડના ચેરમેન વિનોદકુમાર યાદવે જણાવ્યું કે આગામી 3-4 વર્ષમાં રેલવે પેસેન્જર અને ફ્રેઇટ ટ્રેનને ઓન ડિમાન્ડ ચલાવવામાં સક્ષમ થઇ જશે. વર્ષ 2023 સુધીમાં ઉત્તર પૂર્વના રાજ્યોને તમામ રાજધાની નેટવર્કથી જોડી દેવામાં આવશે. ડિસેમ્બર 2022 સુધી કટરાથી બેનિહાલ સુધીનો અંતિમ સ્ટ્રેચ પણ સમાપ્ત થઇ જશે.

રેલવે યાત્રિકોને સૌથી પહેલા દિલ્હી-મુંબઇ રૂટ પર કન્ફર્મ ટિકિટ મળશે. રેલવે દ્વારા આના માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ત્યારબાદ દિલ્હી-કોલકત્તાના રૂટ પર કન્ફર્મ ટિકિટ મળશે. કારણ કે રેલવે આ રૂટ પર ચાલતી માલગાડીઓ માટે અલગ ટ્રેક તૈયાર કરી રહ્યું છે.

ભારતમાં સૌથી વધુ ટ્રાફિક મુંબઇ-દિલ્હીના રેલ માર્ગ પર રહે છે. તેથી આ રૂટ પર ટ્રેનો લેટ રહે છે. જો કે આ રૂટ પરની ટ્રેનની સ્પીડ હવે વધારવામાં આવશે. તેને કારણે યાત્રિકો સમયસર તેના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે.

ટ્રેનો મુંબઈ- દિલ્હી રૂટ પર 160 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડશે ત્યારે આશરે સાડા ત્રણ કલાકનો સમય બચી જશે. દિલ્હી હાવડા રૂટ પર આશરે 5કલાકનો સમય બચશે. રેલવે બોર્ડના જણાવ્યા મુજબ આ તમામ રૂટ પર સિગ્નલિંગ અને કૉમ્યુનિકેશનમાં જે કાઈ ખામી હતી તેને સુધારવામાં આવી રહી છે.

(સંકેત)

 

 

 

Exit mobile version