Site icon Revoi.in

મોદી સરકારની દશેરા પહેલા જ દિવાળી ભેટ, 30 લાખ કર્મચારીઓને આપશે બોનસ

Social Share

નવી દિલ્હી: મોદી સરકારે 30 લાખ જેટલા સરકારી કર્મચારીઓને દશેરા પહેલા જ દિવાળી ભેટ આપી છે. મોદી સરકારે આ કર્મચારીઓને દિવાળી પહેલા જ બોનસ આપી દેવાનો નિર્ણય કર્યો છે. કોરનાની મહામારીને કારણે અર્થતંત્રમાં મંદીનો માહોલ છે ત્યારે બજારમાં ઉપભોક્તા ખર્ચ વધારીને માંગને વેગ આપવાના હેતુસર સરકારે આ નિર્ણય કર્યો છે.

સરકાર માંગમાં વધારો લાવવા માટે સતત પ્રયાસરત છે ત્યાર કેબિનેટ દ્વારા નાણાંકીય વર્ષ 2019-20 માટે પ્રોડક્ટિવિટી અને નોન પ્રોડક્ટિવિટી લિન્ક્ડ બોનસની જાહેરાત કરાઇ છે. સરકારની આ જાહેરાત બાદ 30 લાખ 67 હજાર નોન-ગેજેટેડ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને લાભ પ્રાપ્ત થશે.

સરકારની કર્મચારીઓ માટેની આ જાહેરાત બાદ સરકારી તીજોરી પર 3737 કરોડ રૂપિયાનો બોજ પડશે. આ અંગે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે બોનસને સિંગલ ઇન્સ્ટોલમેન્ટમાં જ જાહેર કરવામાં આવશે અને આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી વિજયાદશમી પહેલા જ બધા જ કર્મચારીઓ અને અધિકારીઓને મળી જશે.

આ વચ્ચે ભારતના આર્થિક મામલાના સચિવ તરુણ બજાજે કહ્યું હતું કે કોરોના વાયરસના કેસમાં ઘટાડો આવવાની સાથે જ અર્થતંત્રમાં પણ સુધારો જોવા મળશે. વધુ લાભ જોવા મળે તે માટે વિભાગોને ખર્ચ વધારવા કહેવામાં આવ્યું છે.

(સંકેત)