Site icon Revoi.in

હવે સામાન સાચવણીની ઝંઝટ નહીં રહે, રેલવે બેગ્સ ઑન વ્હીલ્સ સુવિધા શરૂ કરશે

Social Share

નવી દિલ્હી: ભારતીય રેલવે યાત્રિકોને વધુને વધુ સુવિધાઓ પૂરી પાડવા માટે કટિબદ્વ છે ત્યારે હવે ભારતીય રેલવે યાત્રિકો માટે બેગ્સ ઑન વ્હીલ્સ નામની સુવિધા શરૂ કરવા જઇ રહી છે.

આ વ્યવસ્થા હેઠળ ટ્રેનોમાં મુસાફરી કરનારા યાત્રિકોએ પોતાનો સામાન ઉંચકવાની અને સાચવવાની જહેમત નહીં ઉઠાવવી પડે. તમે તમારા સામાનની સાચવણીથી ચિંતામુક્ત રહેશો. રેલવે દ્વારા આ યોજના હેઠળ યાત્રિકોના સામાન તેમના ઘરેથી પિક અપ કરાશે તેમજ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવશે.

યાત્રિકોને ભારતીય રેલવેની એક એપના માધ્યમથી આ સુવિધા સવલત પ્રાપ્ત થશે. યાત્રિકોને તેના ઘરેથી સ્ટેશન અને સ્ટેશનથી ઘર સુધી સામાન લાવવા-લઇ જવાની સુવિધા આપવામાં આવશે. ગ્રાહકોએ આ સેવાનો લાભ ઉઠાવવા માટે એપનો ઉપયોગ કરવો પડશે. રેલવેને આશા છે કે આ સુવિધાના કારણે રેલવની આવકમાં વૃદ્વિ જોવા મળશે.

યાત્રિકોએ એપ પર આ સેવા માટે બૂકિંગ કરતી વખતે કેટલીક જાણકારી આપવી પડશે અને ત્યારબાદ આ સેવા મળશે. એક પ્રકારે જોઇએ તો આ એક ડોર ટુ ડોર સર્વિસ છે. રેલવેની આ સેવાથી ખાસ કરીને મુસાફરી કરતી મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને ખૂબજ ફાયદો થશે.

(સંકેત)