Site icon hindi.revoi.in

મહારાષ્ટ્રમાં હવે રૂ.980માં થશે કોરોના ટેસ્ટ, સરકારે ચોથીવાર કિંમત ઘટાડી

Social Share

ગુજરાતનું પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર કોરોના સંક્રમણથી ખરાબ રીતે પ્રભાવિત છે અને ત્યાં કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સંક્રમણને કાબૂમાં લેવા માટે કોરોનાનું વહેલું નિદાન થાય તે ઉદ્દેશ્ય સાથે સરકારે કોરોના ટેસ્ટિંગની કિંમત ઘટાડવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં હવે 980 રૂપિયામાં કોરોનાનો ટેસ્ટ થશે.

કોરોના ટેસ્ટના ભાવમાં ઘટાડો

રાજ્યમાં કોરોના ટેસ્ટિંગના નવા દરો લાગુ કરી દેવામાં આવ્યા છે. તે અનુસાર જે કોઇને પણ કોરોના ટેસ્ટ કરાવવો છે. તેમણે ઓછામાં ઓછા 980 અને વધુમાં વધુ 1800 રૂપિયા ચૂકવવાના રહેશે. સરકારે કોરોનાના ટેસ્ટને ત્રણ વિભાગમાં વિભાજીત કર્યા છે. જેના માટે કિંમત અનુક્રમે 980 રૂપિયા, 1400 રૂપિયા અને 1800 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં જો કોઇ વ્યક્તિ લેબમાં ટેસ્ટ કરાવવા ઇચ્છે છે તો તમારે 980 રૂપિયા ચૂકવવાના રહેશે. જ્યારે કોઇને પણ કોવિડ સેન્ટર અથવા હોસ્પિટલ અથવા ક્વોરોન્ટાઇન સેન્ટરમાં તપાસ કરાવવી હોય તો 1400 રૂપિયા ચૂકવવાના રહેશે. જ્યારે કોઇ દર્દીના ઘરે જઇને કોરોના ટેસ્ટિંગ માટે સેમ્પલ લેવામાં આવે તો આ માટે 1800 રૂપિયા ચૂકવવાના રહેશે.

મહત્વનું છે કે સરકારે કોરોનાની તપાસ માટે તમામ લોકોની પહોંચમાં હોય તેવા ટેસ્ટિંગ રેટ નક્કી કર્યા છે. આ પાછળ પહેલા અંદાજે 200 રૂપિયા વધારે ચૂકવવા પડતા હતા. હાલમાં 10 લાખની વસતીમાં 70 હજાર કોરોના ટેસ્ટ કરાઇ રહ્યા છે.

(સંકેત)

Exit mobile version