Site icon hindi.revoi.in

લો બોલો! બેંકે ચા વેચનારને 50 કરોડનો દેવાદાર બનાવી દીધો

Social Share

બેંકો સામાન્યપણે મોટી મોટી લોન લઇને રફૂચક્કર થઇ જતા લોકોને ડિફોલ્ટર જાહેર કરે છે પરંતુ એક ચા વેચનાર દુકાનદારને બેંક ડિફોલ્ટર જાહેર કરે ત્યારે નવાઇ લાગે. હરિયાણાના કુરુક્ષેત્રમાં એક ચા વેચનારા દુકાનદારને બેંકે 50 કરોડ રૂપિયાના ડિફોલ્ટર બનાવી દીધા છે. દુકાનદાર પણ આ સાંભળીને ચોંકી ગયો હતો અને કહ્યું હતું કે મેં ક્યારેય લોન લીધી જ નથી તેમ છત્તાં મને 50 કરોડનો દેવાદાર કેવી રીતે બનાવી દીધો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર દુકાનદાર આર્થિક સંકડામણમાંથી પસાર થતા હોવાથી બેંકમાં લોન માટે અરજી કરી હતી. જો કે બેંકે તેની લોનની અરજી નામંજૂર કરી અને જણાવ્યું કે મારી પર પહેલા જ 50 કરોડ રૂપિયાનું દેવું છે.

આ અંગે વાત કરા કુરુક્ષેત્રના રાજકુમારે જણાવ્યું હતું કે, “હું ચા વેચીને મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. બેંકે હવે મને દેવાદાર બનાવી દીધો છે જ્યારે તેને કોઇ લોન પણ લીધી જ નથી. કોરોના સંકટને કારણે મારો ધંધો ઠપ થઇ જતા બે આર્થિક સહાયતા માટે બેંકમાં અરજી કરી હતી જે બેંક એ નામંજૂર કરી દીધી હતી. તે ઉપરાંત બેંકે મને દેવાદાર જાહેર કરી દીધો.

(સંકેત)

 

 

Exit mobile version