Site icon Revoi.in

EDની મુસ્લિમ સંગઠન PFI સામે કાર્યવાહી, 26 સ્થળોએ દરોડા

Social Share

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મુસ્લિમ સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

દિલ્હી અને યુપીમાં સીએએ કાયદાના વિરોધમાં થયેલી હિંસા અને એ પછી દિલ્હીમાં ફાટી નીકળેલા કોમી તોફાનોના સંદર્ભમાં કાર્યવાહી કરવામાં આવી છે. આ હિંસામાં PFIનો હાથ હોવાનો આરોપ છે.

ઇડીની ટીમો PFIના અધ્યક્ષ અબ્દુલ સલામ અને રાષ્ટ્રિય સચિવ નસરુદ્દીન એલારામના ઘર પર પહોંચી છે. પ્રાપ્ત વિગતો અનુસાર કેરળમાં કોચ્ચિ અને મલ્લાપુરમ તેમજ ત્રિવેન્દ્રમમાં પીએફઆઇના સભ્યોની સાથે જોડાયેલા સ્થળોએ ઇડી દરોડા પાડી રહી છે.

ઇડી દ્વારા તે ઉપરાંત તામિલનાડુ, કર્ણાટક, દિલ્હી, પશ્વિમ બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં કુલ 26 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. સૂત્રોનુસાર આ કામગીરીમાં ઘણા પૂરાવા મળી આવ્યા છે. કેન્દ્ર સરકારને અગાઉ એવી પણ જાણકારી પ્રાપ્ત થઇ હતી તે કે પીએફઆઇને વિદેશમાંથી ભારે ફંડિગ મળ્યું હતું અને આ ફંડનો ઉપયોગ CAAના કાયદા સામે હિંસા કરાવવા માટે કરાયો હતો.

નોંધનીય છે કે પોલીસ દ્વારા પહેલા જ PFI સામે મની લોન્ડરિંગના કેસ કરવામાં આવી ચૂક્યા છે.

(સંકેત)