Site icon hindi.revoi.in

મેક ઇન ઇન્ડિયા: DRDO ઘરઆંગણે પિનાકા મિસાઇલનું કરશે નિર્માણ

Social Share

પીએમ મોદીના મેક ઇન ઇન્ડિયાનું સ્વપન ધીરે ધીરે સાકાર થઇ રહ્યું છે. આ જ દિશામાં શુભારંભ કરતા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓગેનાઇઝેશનએ ઘરઆંગણે સ્વદેશી સાધનો વડે પિનાકા મિસાઇલ મોટા પાયે બનાવવાનું વિરાટ કાર્ય શરૂ કર્યું હતું.

ધ ડાયરેક્ટોરેટ ઑફ ક્વોલિટી એસ્યોરન્સ (DGQA) દેશના સંરક્ષણ માટે બનતી તમામ ચીજોનું ગુણવત્તા ચકાસવાનું કાર્ય કરે છે. એટલે કે કોઇપણ નવું શસ્ત્ર બનાવવા અગાઉ એની સંપૂર્ણ વિગતો DGQAને મોકલવી આવશ્યક છે. આ વિગતોમાં પિનાકા મિસાઇલ, મિસાઇલ લોન્ચર્સ, બેટરી કમાન્ડ પોસ્ટ વગેરેનો સમાવેશ થાય છે.

જાણો પિનાકા વિશે

પિનાકા એક ફ્રી ફ્લાઇટ આર્ટિલરી રૉકેટ સિસ્ટમ છે અને તેની રેંજ સાડા સાડત્રીસ કિલોમીટરની છે. પિનાકા રૉકેટ્સ મલ્ટિ બેરલ રૉકેટ લોન્ચર્સ દ્વારા છોડવામાં આવે છે. માત્ર 44 સેકેન્ડ્સમાં આ રૉકેટ લૉન્ચર 12 રૉકેટ્સ છોડી શકે છે. જે ટાર્ગેટને વીંધી નાખે છે.

ભારતી લશ્કરના પ્રવક્તાએ કહ્યું કે લેઝર સંચાલિત એન્ટિ ટેંક મિસાઇલથી લશ્કરની યુદ્વ શક્તિમાં સારો એવો વધારો થઇ શકે છે. અર્જુન ટેંક પણ DRDO દ્વારા નિર્મિત હતી. એ મુખ્ય લડાયક ટેંક ગણાય છે.

(સંકેત)

Exit mobile version