Site icon Revoi.in

સરહદ પર તણાવની વચ્ચે ભારત-ચીન વચ્ચે યોજાશે કમાન્ડર સ્તરની મંત્રણા

Social Share

ચુશૂલ: પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલા સરહદી વિવાદને લઇને આજથી ભારત અને ચીન વચ્ચે ફરી એકવાર કમાન્ડર સ્તરની મંત્રણા થવા જઇ રહી છે. ચુશૂલમાં કમાન્ડર સ્તરની બેઠક ચાલી રહી છે. આ વચ્ચે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે સાર્વભૌમત્વ અને અખંડતતા માટે કોઇપણ પ્રકારની સમજૂતી કરવામાં આવશે નહીં. આપને જણાવી દઇએ કે ભારતીય ટીમની અધ્યક્ષતા લેફ્ટનન્ટ જનરલ પીજીકે મેનન કરી રહ્યા છે.

આ વચ્ચે ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે પૂર્વ લદ્દાખમાં લાઇન ઓફ એક્ચૂઅલ કંટ્રોલ પર સ્થિતિ તણાવપૂર્ણ છે. ચીનની PLAએ લદ્દાખમાં દુ:સાહસ કર્યું, જેના કારણે અનપેક્ષિત પરિણામાનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ભારતીય સેના દ્રઢ પ્રતિક્રિયા આપી.

મહત્વનું છે કે, ભારત-ચીન સીમા વિવાદના કારણે લદ્દાખમાં આવેલ ટોચના પર્વતો પર સેનાના જવાનોની તૈનાતી હજુ પણ યથાવત્ છે. આ તણાવ અને વિવાદને ઘટાડવા માટે બંને દેશ વચ્ચે કમાન્ડર સ્તરની મંત્રણા થઇ રહી છે. આજે ચુશૂલમાં કોર કમાંડર સ્તરની આઠમાં તબક્કાની વાતચીત થઇ રહી છે.

(સંકેત)