Site icon Revoi.in

સી.આર.પાટીલે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યભાર કર્યો ગ્રહણ

Social Share

નવસારીના સાંસદ સી.આર.પાટિલે આજે સવારે વિજય મુર્હતમાં 12:39 કલાકે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેનો પદભાર ગ્રહણ કર્યો છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટિલનું નિયુક્તિ કરાઇ છે. સી.આર.પાટીલ એક કુશળ સંગઠક હોવા ઉપરાંત ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પીએમ મોદીના નિકટવર્તી છે.

ભાજપની જે પરંપરા છે તે મુજબ પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીએ સી.આર.પાટીલને સવા રૂપિયો અને શ્રીફળ આપીને પદભાર સોંપ્યો હતો. પદભાર ગ્રહણ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સી.આર.પાટીલ ભાજપના નવસારી લોકસભા મતવિસ્તારના સાંસદ છે અને લોકસભાની હાઉસિંગ કમિટીના અધ્યક્ષ છે. સી.આર.પાટીલના પદભાર ગ્રહણ સાથે જ ગાંધીનગરમાં રૂપાણી કેબિનેટમાં વિસ્તરણની અટકળોએ જોર પકડ્યું છે. કેબિનેટમાં નવા ચહેરા સામેલ થાય તેવી સંભાવના છે. જેમાં પ્રદેશના પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીને પણ નવી જવાબદારી સોંપાય તેવી શક્યતા જોવા મળી રહી છે. તે ઉપરાંત સરકારમાં સંસદીય સચિવોની પણ નિયુક્તિ થઇ શકે છે.

(સંકેત)