Site icon Revoi.in

અયોધ્યા: રામ મંદિરના ભૂમિ પૂજન પર રોકની અરજી અલ્હાબાદ HCએ ફગાવી

Social Share

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનનો માર્ગ હવે મોકળો થઇ ગયો છે. દિલ્હીના એક અરજદારે ભૂમિ પૂજન પર રોક લગાવવાની અરજી કરી હતી. જો કે અલ્હાબાદ હાઇકોર્ટે આ અરજી ફગાવી દીધી છે. શુક્રવારે હાઇકોર્ટની ડિવીઝન બેંચે અરજી પર સુનાવણી બાદ તેને ફગાવી દીધી છે.

કોર્ટે અરજી ફગાવતા સ્પષ્ટતા કરી હતી કે અરજીમાં ઉઠાવવામાં આવેલા પોઇન્ટ કલ્પના આધારિત છે અને જે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે તે પાયાવિહોણી છે. તે સાથે જ હાઇકોર્ટે રામ મંદિર નિર્માણ ટ્રસ્ટ અને યૂપી સરકારને ભૂમિ પૂજન કાર્યક્રમમાં કોવિડ-19 ની માર્ગદર્શિકાનું પાલન કરાવવાનો નિર્દેશ આપ્યો છે.

નોંધનીય છે કે, રામ મંદિર ભૂમિ પૂજન વિરુદ્વ અલ્હાબાદ હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર મુખ્ય ન્યાયાધિશ ગોવિંદ માથુર અને ન્યાયાધીશ સૌમિત્ર દયાલ સિંહની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી.

(સંકેત)