Site icon hindi.revoi.in

કેન્દ્ર સરકારે ટુ-વ્હિલરમાં મુસાફરી માટે નવી ગાઇડલાઇન જાહેર કરી, વાંચી લો આ નિયમો

Social Share

ભારતમાં દર વર્ષે ટૂ-વ્હીલર પર મુસાફરી કરતા અનેક ચાલકો અકસ્માતનો ભોગ બને છે. જો કે હવે ચાલકો અને તેની પાછળ બેઠેલા મુસાફરોની સુરક્ષા માટે કેન્દ્ર સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. નવી ગાઇડલાઇન મુજબ ડ્રાઇવિંગ સીટની પાછળ હેન્ડ હોલ્ડ લગાવવું ફરજીયાત કરવામાં આવ્યું છે જેથી કરીને વાહનની પાછળ બેસવા વાળાની સુરક્ષા અને સલામતીમાં વધારો થાય. તે ઉપરાંત બાઇકના પાછળના ભાગમાં બંને તરફ ફુટ્રેજને પણ અનિવાર્ય કરવામાં આવ્યા છે. ગાઇડલાઇન અનુસાર બાઇકની પાછળના વ્હિલની ડાબી બાજુ ઓછામાં ઓછો અડધો ભાગ સુરક્ષિત કવર થયેલો હોવો જરૂરી છે.

આથી મોટર સાઇકલની પાછળ બેસનારાના કપડાં પૈડામાં ફસાઇ જવાનું જોખમ ઓછું કરી શકાય. તે ઉપરાંત પરિવહન મંત્રાલયે બાઇકમાં ઓછા વજનવાળું કન્ટેનર લગાવવાની પણ વાત કરી છે જે કન્ટેનર 550 મીમી લંબાઇ 510 મીમી પહોળું અને 500 મીમીથી વધારે હોવું જોઇએ નહીં. જો આ કન્ટેનરને બાઇકની પાછળની સીટના સ્થાને બનાવવામાં આવશે તો પછી બાઇકમાં બીજી વ્યક્તિ બેસી શકશે નહીં.

એક માહિતી અનુસાર, ભારતમાં કુલ 28 કરોડથી વધુ ટુ-વ્હીલર છે. દર વર્ષે 1.50 કરોડથી વધુ ટુ-વ્હીલર ઉમેરાય છે, નાના અને મધ્યમ સ્થળનું અંતર કાપવા માટે મધ્યમવર્ગના લોકો બાઇક પર સફર કરે છે. બાઇકમાં બે કે તેથી વધુ લોકો મુસાફરી કરતા હોય ત્યારે અકસ્માતનું જોખમ વધી જાય છે તેથી આ નવી ગાઇડલાઇન જારી કરવામાં આવી છે.

સરકાર વધતા જતા માર્ગ અકસ્માતના આંકડાઓનો ડેટા બેઝ તૈયાર કરી રહી છે. તેના માટે એકિકૃત સડક માર્ગ દુર્ઘટના ડેટાબેસ પરિયોજના (આઇઆરડી) અને તેને લગતી એપ તૈયાર કરવાની પ્રક્રિયા પણ ચાલું છે. આઇઆરડી એપને સંબંધિત રાજયો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોની કામ લાગે એવી રીતે વિકસિત કરવામાં આવી છે અને જેમ જરુર લાગશે તેમ તેમાં ફેરફાર પણ કરવામાં આવશે.

(સંકેત)

Exit mobile version