Site icon hindi.revoi.in

લોન મોરેટોરિયમ: સુપ્રીમે સરકારને કહ્યું – ‘તમે RBIની પાછળ ના છૂપાઇ શકો’

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

લોન મોરેટોરિયમ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, “RBIની પાછળ ના છૂપાઓ, તમારું વલણ શું છે એ જણાવો.” ન્યાયાધીશ અશોક ભૂષણની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠે કહ્યું હતું કે, તમે તમારું વલણ સ્પષ્ટ કરો. તમે કંઇ પણ ન કહી શકો. સંકટ નિવારણ અધિનિયમ અંતર્ગત પગલાં ભરવા તમારી જવાબદારી છે. તમારી પાસે પુરતા અધિકાર પણ છે. તમે માત્ર આરબીઆઇ પર નિર્ભર ના રહી શકો.

સુપ્રીમ કોર્ટે આ મામલે સરકારને પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે 1 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. આપને જણાવી દઇએ કે કોરોનાના સંકટને કારણે RBIએ બેંકો અને નાણાકીય સંસ્થાઓને 31મી ઓગસ્ટ સુધી લોનધારકોને લોનની બાકી રકમ પર ઇએમઆઇમાં છૂટ (લોન મોરેટોરિયમ)નો આદેશ કર્યો હતો.

પ્રાપ્ત અહેવાલો અનુસાર સૉલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામા બાદ સરકાર વિરુદ્વ સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી આવી હતી. કોર્ટે આ સોગંદનામા પર નારાજગી વ્યક્ત કરી હતી. ન્યાયાધીશ સુભાષ રેડ્ડી, એમઆર શાહ અને જસ્ટિ અશોક ભૂષણની બેંચે કહ્યું કે, “આ ફક્ત વ્યવસાયિક હિતોનું ધ્યાન રાખવાનો સમય નથી, તમારે લોકોની દુર્દશા પર પણ વિચાર કરવો જોઈએ.”

સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યુ કે, તમારે તમારું સ્ટેન્ડ સ્પષ્ટ કરવું જોઇએ. અહીં બેમુદ્દા છે. શું કોઈ વ્યાજ લગાવવું જોઈએ અને વ્યાજ પર પણ કોઈ વ્યાજ લગાવવું જોઇએ? ખંડપીઠે બીજી વખત કહ્યું કે, સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે કોઈ જવાબ નથી આપી રહી પરંતુ ફક્ત આરબીઆઈના જવાબનો હવાલો આપી રહી છે.

(સંકેત)

 

 

Exit mobile version