Site icon hindi.revoi.in

COVID-19: દેશમાં માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગથી બે લાખ મોત ટાળી શકાય

Social Share

ભારતમાં માર્ચ મહિનાથી કોરોનાનું સંક્રમણ શરૂ થયું હતું, આ દરમિયાન કોરોનાના સંક્રમણથી બચવા અને તેને અંકુશમાં રાખવા માટે માસ્કનો વ્યાપકપણે ઉપયોગ થયો હતો તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ પાલન કરવામાં આવ્યું હતું. માસ્ક, સોશિયલ ડિસન્ટન્સિંગ જેવા પગલાંઓને કારણે 1 ડિસેમ્બર સુધીમાં કોરોનાથી થનાર સંભવિત 2 લાખ મોતને ટાળી શકાય છે. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના ઇન્સ્ટિટ્યૂશન ઓફ હેલ્થ મેટ્રિક્સ અને ઇવેલ્યુએશન દ્વારા કરાયેલા અભ્યાસમાં જણાવાયું છે કે ભારતમાં કોરોના વાયરસથી લોકોના સ્વાસ્થ્ય પર સૌથી વધુ જોખમ રહેલું છે.

ભારત પાસે કોરોનાથી સંભવિત મોતને હજુ પણ નિયંત્રિત કરવાની તક રહેલી છે તેવું અભ્યાસમાં દર્શાવાયું છે. આ માટે લોકોએ ગંભીરતા દાખવીને માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવો પડશે. તે ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત કોવિડ 19ને અટકાવવા માટેની માર્ગદર્શિકાનું કડક પાલન પણ કરવું પડશે.

IHME સંસ્થાના ડિરેક્ટર ક્રિસ્ટોફર મરેએ જણાવ્યું હતું કે વસતીની દ્રષ્ટિએ ભારતમાં કોરોના વાયરસનો અંત નજીકમાં આવે તેવી શક્યતા ઓછી છે. ભારતની વસતી 130 કરોડ કરતાં વધુ છે અને હાલમાં ભારતમાં 36 લાખથી વધુ કેસો થયા છે.

મોડલ આધારિત કરાયેલા આ અભ્યાસ મુજબ હજુ પણ ભારતમાં કોરોનાના કેસો વધવાની સંભાવના છે. કેન્દ્ર સરકાર તેમજ વ્યક્તિગત રીતે આજે, આવતીકાલે અને ભવિષ્યમાં લેવાતા પગલાંથી કેસોને નિયંત્રીત કરી શકાય છે. કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે માસ્ક પહેરવું ફરજીયાત છે તેમ મુરેએ ભારપૂર્વક જણાવ્યું હતું.

અભ્યાસ મુજબ ભારતમાં અનુકૂળ સ્થિતિ વચ્ચે 1 ડિસેમ્બર સુધીમાં મૃત્યુઆંક વધીને 2,91,145 થઈ શકે છે જે ઓગસ્ટના અંત સુધીમાં 60,000 હતા. અભ્યાસ મુજબ દેશના 13 જેટલા રાજ્યોમાં 10 હજારથી વધુ કોરોનાના દર્દીઓના મોત થશે જ્યારે હજુ સુધી ફક્ત મહારાષ્ટ્રમાં જ આ આંકડો પાર થયો છે.

મુરેએ ઉમેર્યું હતું કે કોરોના સામેના જંગમાં ભારતે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી હતી જેને પગલે મહામારીના ગાળામાં મૃત્યુદર નીચો રહ્યો છે. દિલ્હી સહિતના શહેરી વિસ્તારોમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ અને વ્યાપક ટેસ્ટિંગના પગલા કોવિડ-19ના સંક્રમણને અટકાવવામાં અસરકારક સાબિત થયા છે.

(સંકેત)

Exit mobile version