Site icon Revoi.in

ચંદ્રયાન-2એ વધુ એક સિદ્વિ કરી હાંસલ, પરિક્રમણનું 1 વર્ષ કર્યું પૂર્ણ

Social Share

ચંદ્રયાન 2 એ વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. ચંદ્રયાન 2 એ ચંદ્રની કક્ષામાં પરિક્રમણ લગાવતા એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ અંગે ઇસરોએ જણાવ્યું હતું કે, ભલે વિક્રમ લેન્ડર સોફ્ટ લેન્ડિંગમાં નિષ્ફળ રહ્યું હોય પણ ઓર્બિનેટે ચંદ્રમાની ચારેય બાજુ 4400 પરિક્રમાઓ પૂર્ણ કરી લીધી છે. બધા જ આઠ બોર્ડ ઉપકરણો સારું પ્રદર્શન કરી રહ્યા છે.

ઇસરો અનુસાર છેલ્લા 3 વર્ષની તુલનામાં ટેરેન મેપિંગ કેમેરા 2200 કક્ષાઓ દરમિયાન ચંદ્રના ક્ષેત્રમાં અંદાજે 4 મિલિયન વર્ગ કિમીના ફોટો લેવામાં સક્ષમ છે. TMC-2 એ ઉચ્ચતમ રિઝોલ્યુશન વાળો કેમેરો કહેવાય છે. જે વર્તમાન સમયમાં ચંદ્રમાની ચારે બાજુ કક્ષામાં ગોઠવાયેલો છે. આ કેમેરાના કારણે વૈજ્ઞાનિકોને અધ્યયન કરવામાં સરળતા રહે છે.

22 જુલાઇ, 2019 એ થયું હતું ચંદ્રયાન અભિયાન-2નું પ્રક્ષેપળ

વર્ષ 2019ના 22 જુલાઇના રોજ ચંદ્રયાન અભિયાન-2નું પ્રક્ષેપળ કરવામાં આવ્યું હતું. 1 વર્ષ પહેલા એટલે કે, 20 ઓગસ્ટના રોજ આમાં ચંદ્રમાની કક્ષામાં જ પ્રવેશ કરી લીધો હતો. 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રમાં પર લેન્ડિંગ દરમિયાન લેન્ડર વિક્રમનો ઇસરો સાથે સંપર્ક તૂટી ગયો હતો. બાદમાં વિક્રમે ચંદ્ર પર હાર્ડ લેન્ડિંગ કર્યું છે તેવી જાણ થઇ હતી.

મિશનનો હતો આ ખાસ ઉદ્દેશ

ચંદ્રની ભૌગોલિક સ્થિતિ, ખનિજ વિજ્ઞાન, સતહ રાસાયણિક સંરચના, થર્મો-ભૌતિક વિશેષતાઓ અને લુનર એક્સોસ્ફીયર પર વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરવાના ઉદ્દેશ સાથે આ મિશનને લોન્ચ કરવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે, હાલમાં ઇસરો ચંદ્રયાન અભિયાન-3 પણ કામ કરી રહ્યું છે. વર્ષ 2021 બાદ આ યાન લોન્ચ થવાની સંભાવના છે.

(સંકેત)