કર્ણાટકમાં કોંગ્રેસના બળવા બાદ અયોગ્ય જાહેર થયેલા 14 ધારાસભ્યોમાંથી એક સાંસદ એમટીબી નાગરાજ ફરી ચર્ચામાં છે, આ વખતે તે મોંઘી કાર ખરીદવા અંગે લોકોના ધ્યાને ચઢ્યા છે,એમટીબી નાગરાજે રોલ્સ રૉયસ ફૈંટમ VIII નામની 11 કોરોડની કિંમત ધરાવતી કારની ખરીદી કરી છે, જો કે આ કારમાં ટેક્સ અને અન્ય ખર્ચને ઉમેરતા કારની કિંમત 11 કરોડથી પણ વધી જાય છે.
કર્ણાટક-જેડીએસ સરકારના કુલ 17 સાંસદોએ નારાજ થયા બાદ જુલાઈ મહિનામાં રાજીનામા આપ્યા હતા, ત્યાર પછી રાજ્યમાં ચાલી રહેલી ગઠબંધનની સરકાર પણ પડી ભાંગી હતી,જો કે વિધાન સભાના અધ્યક્ષએ કોંગ્રેસના 14 સાંસદોને અયોગ્ય ગણાવ્યા હતા, આ સાંસદોમાં એક એમટીબી નાગરાજ પણ સામેલ હતા.
એક રિપોર્ટ મુજબ કહેવામાં આવ્યું છે કે તેમણે હજી સુધી તેમની લીધેલી કાર પર કોઈ પણ પ્રકારનો ટેક્સ ભર્યો નથી. તે કર્ણાટકના પહેલા નેતા નથી કે જેમની આટલી મોંઘી કાર છે. કર્ણાટકમાં ખાણકામ માટે જાણીતા જનાર્દન રેડ્ડી પણ આવી જ કાર ધરાવે છે. જ્યારે એમટીબી નાગરાજે આવી મોંઘી કાર ખરીદી હતી ત્યારે કોઈને આશ્ચર્ય થયું ન હતું કારણ કે, તે દેશના સૌથી ધનિક ધારાસભ્યોમાંના એક છે.
નાગરાજે વિધાનસભાની ચૂંટણી વખતે પોતાની સંપતિ એક હજાર કરોડની છે, તે વાર જાહેર કરી હતી,જ્યારે નાગરાજે રાજીનામું આપ્યું ત્યારે તેમને મનાવવાના ધણા પ્રય્તાનો કરવામાં આવ્યા હતા.કોંગ્રેસના નેતા ડી.કે.શિવકુમારે તેમને રાજીનામું પાછુ લેવાની સલાહ આપી હતી પરંતુ એમટીબી નાગરાજ પાતાના નિર્ણય પર અડગ રહ્યા હતા,કોંગ્રેસના બળવાખોળ નેતાની રોલ્સ રૉયસ કારની સાથેનો ફોટો કોંગ્રેસના પ્રવક્તા નિવેદીત અલ્વાએ ટ્વિટર પર ટ્વિટ કર્યો છે.જેને લઈને ફરી એકવાર નાગરાજ લોકોના ધ્યાનનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.