યુપીના મુઝફ્ફરનગર જિલ્લામાં 2013માં થયેલા હુલ્લડોના મામલામાં એક સ્થાનિક અદાલતે પુરાવાના અભાવમાં 12 આરોપીઓને બરી કર્યા છે. તમામ આરોપીઓ પર આઈપીસીની કલમ-395 (લૂંટ) અને 436 (આગચંપી)ના મામલા નોંધાયેલા હતા.
મુઝફ્ફરનગરના અધિક સત્ર ન્યાયાધીશ સંજીવકુમાર તિવારીએ મંગળવારે હુલ્લડોના મામલાની સુનાવણી કરતા 12 આરોપીઓને બરી કર્યા છે. એસઆઈટીએ આ મામલામાં 13 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી.
આ મામલાના લંબિત રહેવા દરમિયાન એક આરોપીનું મોત
નીપજ્યું હતું. કોર્ટે સુનાવણી દરમિયાન ફરિયાદી મોહમ્મદ સુલેમાન સહીત ત્રણ સાક્ષીઓ
ફરી ગયા હતા અને તેમણે ફરિયાદી પક્ષનો સાથ આપ્ય ન હતો.
આ મામલામાં રાહત મેળવનારા આરોપીઓ પર આરોપ હતો કે 7
સપ્ટેમ્બર-2013ના રોજ મુઝફ્ફરનગર જિલ્લાના લિસાઢ ગામમાં હુલ્લડો દરમિયાન ભીડે ઘણાં
મકાનોમાં આગચંપી કરી અને લૂંટફાટની ઘટનાઓ પર કરી હતી.