Site icon Revoi.in

રકાબગંજ હિંસાના મામલામાં સામે આવ્યા 2 સાક્ષી, સિરસાએ સીએમ કમલનાથ પર લગાવ્યા આરોપ

Social Share

શિરોમણિ અકાલી દળના નેતા મનજિંદરસિંહ સિરસાએ ગુરુદ્વારા રકાબગંજમાં થયેલા 1984ના હુલ્લડો પર મોટું નિવેદન આપ્યું છે. સિરસાએ દાવો કર્યો છે કે આ મામલામાં બે સાક્ષીઓ નિવેદન આપવા માટે તૈયાર છે.

સિરસાનો દાવો છે કે બંને સાક્ષીઓ સાથે તેમની વાતચીત થઈ છે, અને સાક્ષી કોઈપણ સમયે એસઆઈટી સામે હાજર થવા માટે તૈયાર છે.

તેમણે કહ્યુ છે કે તેઓ અમને સાક્ષીની નક્કી તારીખ પણ જણાવીશું. સિરસાએ દાવો કર્યો છે કે રકબગંજમાં થયેલા 1984ના શીખ વિરોધી હુલ્લડોમાં મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ એકમાત્ર એવા નેતા હશે કે જેમને શીખ વિરોધી હુલ્લડોના મામલામાં ત્યારે એરેસ્ટ કરવામાં આવશે.

સિરસાએ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને અપીલ કરી છે કે તેઓ મુખ્યપ્રધાન કમલનાથને રાજીનામું આપવા માટે તાકીદ કરે. જેનાથી શીખોને ન્યાય મળી શકે. તેઓ એવો પણ અનુરોધ કરે છે કે સાક્ષીઓને સુરક્ષા આપવામાં આવે.