Site icon hindi.revoi.in

એરબસ વિમાન ખરીદીમાં થયો હતો 1000 કરોડ રૂપિયાથી વધુનો ગોટાળો

Social Share

નવી દિલ્હી: યુપીએ સરકાર દરમિયાન એરબસ વિમાન ખરીદીમાં 1000 કરોડ રૂપિયાથી વધારેનો ગોટાળો થયો હતો. તેના માટે તત્કાલિન વડાપ્રધાન મનમોહનસ સિંહની અધ્યક્ષતાવાળી સુરક્ષા સંબંધિત કેબિનેટ કમીટીના નિર્ણયને જ બદલી નાખ્યો હતો. ગોટાળાના તમામ પુરાવાથી સજ્જ ઈડીએ તત્કાલિન નાગરીક ઉડ્ડયન પ્રધાન પ્રફુલ્લ પટેલને પૂછપરછ માટે સમન મોકલ્યું છે. પ્રફુલ્લ પટેલની ગુરુવારે દિલ્હી ખાતેના ઈડીના મુખ્યમથક ખાતે પૂછપરછ કરવામાં આવશે.

ઈડી પાસેના દસ્તાવેજો મુજબ, 2006માં સીસીએસએ એરબસ પાસેથી 43 વિમાનોની ખરીદીને લીલીઝંડી આપી હતી. સમિતિએ એમ પણ નક્કી કર્યું હતું કે કઈ કિંમત પર આ વિમાન ખરીદવામાં આવશે. તેની સાથે આ શરત પણ સામેલ કરવામાં આવી હતી કે એરબસને 17.5 કરોડ ડોલર એટલે કે 1000 કરોડ રૂપિયાની પડતરથી ભારતમાં ટ્રેનિંગ મેન્ટેનન્સ, રિપેયરિંગ અને ઓવરહોલિંગની સુવિધા વિકસિત કરવી પડશે. જેથી પાયલટોની ટ્રેનિંગને લઈને વિમાનોના રખરખાવ પર વધારાનો બોજો પડે નહીં.

સીસીએસની લીલીઝંડી મળતાની સાથે જ એર ઈન્ડિયાએ એરબસ પાસેથી 43 વિમાનોની ખરીદીનો નિર્ણય કર્યો છે. તેના માટે એરબસની સાથે સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સમજૂતીમાં વિમાનની કિંમત તો તે જ રાખવામાં આવી, પરંતુ ટ્રેનિંગ, મેન્ટેનન્સ, રિપેયર અને ઓવરહોલની સુવિધા વિકસિત કરવા માટે ભારતમાં 1000 કરોડ રૂપિયાની રોકાણની શરતને હટાવી દીધી. આવી રીતે એરબસને સીધો 1000 કરોડ રૂપિયાનો ફાયદો પહોંચાડવામાં આવ્યો હતો. વાત અહીં સમાપ્ત થઈ નથી. સીસીએસની શરત હટાવવાની સાથે જ સમજૂતીમાં જોગવાઈ-16 હેઠળ એક નવી શરત જોડવામાં આવી હતી.

તેના પ્રમાણે, નવા વિમાન ઉડાડવા અને અન્ય ટ્રેનિંગ માટે એર ઈન્ડિયાને પોતાના પાયલટ અને સ્ટાફને ફ્રાંસ ખાતેના બ્લોનેક, જર્મનીના હેમબર્ગ, અમેરિકાના મિયામી અથવા તો પછી ચીનના બીજિંગ ખાતેના એરબેસના ટ્રેનિંગ સેન્ટર પર મોકલવાના હતા. તેમા એ પણ જોડવામાં આવ્યું કે ટ્રેનિંગ માટે પોતાના સ્ટાફના આવાગમનથી માંડીને ખાવા-પીવાનો તમામ ખર્ચ એર ઈન્ડિયા ઉઠાવશે. તેની સાથે જ ટ્રેનિંગ દરમિયાન એરબસના પ્રશિક્ષકો, ટ્રેનિંગમાં વપરાનારો સરસામાન સહીતનો ખર્ચ એર ઈન્ડિયા પર નાખવામાં આવ્યો હતો. આવી રીતે સીસીએસની શરતને હટાવવાથી જ્યાં એરબસ ભારતમાં 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાથી બચી ગયા. એર ઈન્ડિયા પર પોતાના પાયલટો અને સ્ટાફની વિદેશમાં ટ્રેનિંગના વધારાનો બોજો પણ નાખવામાં આવ્યો હતો.

ઈડીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે સીસીએસના નિર્ણયના ઉલ્લંઘન કરવા સંદર્ભે વિચારી પણ શકાય નહીં. પરંતુ એરબસ પાસેથી વિમાનની ખરીદીમાં આમ થયું હતું. આશ્ચર્યની વાત એ છે કે યુપીએ સરકારમાં આને માત્ર આસાનીથી થવા દેવામાં આવ્યું નહીં, પરંતુ કોઈએ સવાલ પણ ઉઠાવ્ય નહીં. તે વખતે ઉડ્ડયન સચિવ અને અન્ય અધિકારીઓની પૂછપરછમાં આ વાતનો કોઈ જવાબ સામે આવ્યો નહીં કે સીસીએસની શરતને સમજૂતીથી હટાવીને નવી શરત કેમ નાખવામાં આવી. હવે તત્કાલિન ઉડ્ડયન નાગરિક પ્રધાન પ્રફુલ્લ પટેલને આનો જવાબ આપવો પડશે. તેની સાથે જ એ પણ જણાવવું પડશે કે ઉડ્ડયન નાગરિક પ્રધાન તરીકે તેમણે આના પર સવાલ કેમ ઉઠાવ્યો નહીં?

Exit mobile version