Site icon Revoi.in

રાજ્યમાં કોરોના વકર્યો 1600થી વધુ નવા કેસ નોંધાયા – અમદાવાદ અને સુરત બન્યું એપી સેન્ટર

Social Share

અમદાવાદ – સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, રોજેરોજ હજારો કેસ સામે આવી રહ્યા છે, કોરોનાને હાલ એક વર્ષનો સમય પૂર્ણ થયો છે તો બીજી તરફ કોરોના ફરી વધી રહ્યો છે, વિતે્લા દિવસને સોમવારના રોજ રાજ્યમાં કુલ 1 હજાર 640 નવા કોસો સામે આવ્યો છે જે ખૂબ ચિંતા જનક આંકડો છે.

કોરોના મહામારીની શરુઆત બાદ આ વિતેલા દિવસના નવા કેસોના આંકડાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા છે. આજથી પહેલા નવેમ્બર મહિનામાં 1600 ઉપર કેસ નોંધાયા હતા, ત્યારે હવે વધતા કેસ રાજ્ય સરકાર માટે મોટી ચિંતા બની છેં

કોરોનાના કારણે થતી મોત ઘટી છે તે એક સારી બાબાત કહી શકાય, વિતેલા એક દિવસ દરમિયાન કોરોનામાં 4 લોકોએ પોતાનાન જીવ ગુમાવ્યા છે,તો બીજી તરફ વિતેલા રવિવારે 7 લોકોએ દીવ ગુમાવ્યા હતા ટોટલ મરનારાની સંખ્યા અત્યાર સુધી ગુજરાતમાં 4 હજાર 400થી વધુ રહી છે.

વિતેલા દિવસના રોજ અમદાવાદ શહેરમાં 6 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે તો સુરતમાંમ પણ 2 દર્દીઓના મોત થયા હતા. આ સાથે જ કોરોના સંક્રમિતોનો આંકડો 2 લાખ 88 હજાર 649એ પહોંચી ચૂક્યો છે

ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદ શહેર અને સુરત શહેરમાં કેસ નોંધાઈ રહ્યા છે,સુરત તથા અમદાવાદ કોરોનાનું એપી સેન્ટ્ર બનતું જોવા મળી રહ્યું છે.સુરતમાં વિતેલા દિવસના રોજ 483 નવા કેસ નોંધાયા હતા, રિકવરી રેટ રાજ્યમાં 95 .74 ટકા રહ્યો છે,તો બીજીતરફ કોરોના રસીકરણ પણ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે.

સાહિન-