Site icon Revoi.in

 ગુજરાતમાં લાંબાગાળા બાદ નોંધાયા 1 હજારથી વધુ કોરોનાના કેસ – તહેવારોના કારણે વધી રહ્યું છે સંક્રમણ

Social Share

 

સમગ્ર દેશમાં હાલ પણ કોરોનાને લઈને સ્થિતિ સામાન્ય જોવા મળી નથી, જનજીવન ઘીરે ઘીરે સામાન્ય થયું છે પરંતુ કેસની સંખ્યા પણ વધતી છે,ખાસ કરીને હાલ તહેવારોની સિઝન હોવાથી લોકો ભીડભાળ વાળી જગ્યાઓ પર જતા વતા હોય છે જેને લઈને સંક્રમણ વધુ ફેલાયેલું જોવા મળી રહ્યું છે.

રાજ્યની સ્થિતિ હાલ ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં 1049 વ્યક્તિઓને કોરોના નો ચેપ લાગ્યો છે, ગુજરાતમાં 23 ઓક્ટોબર બાદ આ પ્રથમ વખત છે કે હજારને પાર કેસ નોંધાયા છે,

કોરોનાના કેસને લઈને ગુજરાતની સ્થિતિ

અમદાવાદ,સુરત,રાજકોટ અને વડોદરામાં કોરોનાના કેસની સ્થિતિ

ગુજરાતનું કાપડ ઇદ્યોગનું શહેર સુરત કે જ્યા બહાર રાજ્યના લોકો પણ વધારે જોવા મળે છે, અહી 24 કલાકમાં વધુ 183 નવા કેસ નોંધાયા હતા. સુરતમાં કોરોનાના કુલ કેસનો આંકડો હવે 38 હજાર 900ને પાર કરી ચૂક્યો  છે. અમદાવાદમાં કુલ 178 નવા કેસ સામે આવ્યા છે અને આ સાથે જ કુલ કેસ 44 હજાર 200ને પાર પહોચ્યા છે.

રાજકોટમાં 24 કલાકમાં જ કેસમાં 40 ટકા નો વધારો થયો છે અને 128 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ હતી. રાજકોટમાં સોમવારે 90 કેસ નોંધાયા હતા. વડોદરા શહેરમાં 80 કેસ અને આસપાસના ગામોમાં 39 કેસ આમ કુલ મળીને વડોદરામાં 119 કેસ નોંધાયા છે. એક દિવસમાં અમદાવાદમાંથી સૌથી વધુ 3 જ્યારે રાજકોટ-સુરતમાં 1-1 એમ પાંચ વ્યક્તિના મૃત્યુ થયા છે.

સાહીન-