- ભારતમાં 64 ટકા મહિલાઓ ખુશ હોવાનું સર્વેનું તારણ
- ભાગવતે સ્વામી વિવેકાનંદને ટાંકી મહિલાઓના ઉત્થાનની કરી વાત
- નિર્મલા સીતારમણે સ્ટેન્ડિંગ કમિટીમાં મહિલા ચેરપર્સન નહીં હોવાનો મામલો ઉઠાવ્યો
મહિલા ઉત્થાન પર વાત કરતા આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે આજે સમાજને સચેત કરતા કહ્યુ છેકે મહિલાઓનું ઉત્થાન મહિલાઓ દ્વારા જ થવું જોઈએ અને મહિલા ઉત્થાન માટે યોગ્ય અર્થોમાં પુરુષોને ઘણાં પ્રબોધનની જરૂરત છે, એટલે કે તેમને શિક્ષણ આપવાની જરૂરત છે. ભાગવતે કહ્યુ છે કે ખુદ સ્વામી વિવેકાનંદે કહ્યુ હતુ કે મહિલાઓને સંદેશ આપવાની ઓકાત પુરુષોમાં નથી. માટે મહિલાઓનું ઉત્થાન મહિલાઓ દ્વારા જ થવું જોઈએ. સંઘના સરસંઘચલાક દ્રષ્ટિ સ્ત્રી અધ્યયન કેન્દ્રના કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. તે વખતે દેશમાં મહિલાઓની સ્થિતિ પર તેમણે વિગતવાર ચર્ચા કરી હતી.
આ કાર્યક્રમમાં મહિલાઓ પર એક સર્વેક્ષણ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો. તેમા તારણ આપવામાં આવ્યું છે કે દેશની મોટાભાગની મહિલાઓ ખુશ છે. કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ક્હ્યું છે કે ટોકનિજ્મથી કામ ચાલશે નહીં. અધિકાર તો મહિલાઓને આપવામાં આવ્યા છે, પરંતુ તેને લાગુ કરવામાં આવ્યા નથી. નિર્મલા સીતારમણે સ્ટેન્ડિંગ કમિટીમાં મહિલા ચેરપર્સન નહીં બનાવવા માલે સવાલ ઉભો કર્યો છે અને કહ્યુ છે કે સ્ટેડિંગ કમિટીમાં એકપણ મહિલા ચેરપર્સન નથી.
દિલ્હીના આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં આયોજીત કરવામાં આવેલા કાર્યક્રમમાં દેશના નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. તેમના સિવાય મહિલા ઉત્થાન પર કેન્દ્રીત કાર્યક્રમમાં સંઘના સરકાર્યવાહ ભૈયાજી જોશી સહીત ભાજપના સંગઠન મંત્રી બી. એલ. સંતોષ સંઘના ઘણાં વરિષ્ઠ પદાધિકારી મહિલા સંગઠન સાથે જોડયેલી ઘણી હસ્તીઓ પણ હાજર રહી હતી. કાર્યક્રમ દરમિયાન સરસંઘચલાક મોહન ભાગવતે કહ્યુ હતુ કે સંઘમાં મહિલાઓની ભાગીદારી કેટલી છે, આ સવાલ આજે સવારે ફોરેન મીડિયાના કેટલાક લોકોએ મને પુછયો હતો, તો તેમને અમે કહ્યુ કે સાંજે મહિલાઓને લઈને એક કાર્યક્રમ છે, તેમા આવો ખબર પડી જશે.
તેમણે કહ્યુ કે સ્વામી વિવેકાનંદજીએ કહ્યુ હતુ કે મહિલાઓને સંદેશ આપવાની ઓકાત પુરુષની નથી. મહિલાઓમાં શક્તિ છે, કારણ કે તેમની પાસે વાત્સલ્ય છે. તેમને એક્સેસ, તક અને સ્વતંત્રતા આપવી જોઈએ. દ્રષ્ટિએ સારું નેટવર્કિંગ કરીને મોટો સર્વે કરવામાં આવ્યો છે, સારું કામ છે. સંઘની દ્રષ્ટિ માતૃશક્તિના ઉત્થાનને આજે હું જોઈ રહ્યો છું. આ સર્વે પુરુષોને ઝીણવટભેર વંચાવો જોઈએ અને તેમને કહેવું જોઈએ કે આને આગળ ફેલાવો અથવા ન ફેલાવો, પરંતુ ઓછામાં ઓછું તમારા ઘરથી શરૂ કરો અને અપનાવો.
કાર્યક્રમને સંબોધિત કરતા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે અહીં આજે જે અભ્યાસ રજૂ કરાયો છે તેનાથી એ કહી શકાય છે કે મહિલાઓ ડિસએડવાન્ટેજ નથી. મહિલાઓને યોગ્ય અને સાચા અધિકાર તથા પહોંચ મળવી જોઈએ. માત્ર કહેવા માત્રથી કામ ચાલવાનું નથી. મહિલાઓને સ્થાન આપનારા કાયદા તો છે, પરંતુ અધિકાર મળ્યા નથી. જેમ કે સ્ટેન્ડિંગ કમિટીમાં કોઈપણ મહિલા ચેરપર્સન નથી. ટોકનિસ્જ્મથી કામ ચાલવાનું નથી અને કાયદા દ્વારા અધિકાર મહિલાઓને મળ્યા છે. પરંતુ મહિલાઓને પણ આગળ આવવું જોઈએ. કમ્ફર્ટ ઝોનમાંથી મહિલાઓને બહાર નીકળવું જોઈએ. કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળવાનો પડકાર લેવો પડે છે.
આરએસએસની વિચારધારાનો પ્રભાવ ધરાવતા મહિલા સંગઠન દ્રષ્ટિ સ્ત્રી અધ્યયન કેન્દ્રે એક સર્વેમાં દાવો કર્યો છે કે દેશમાં 64 ટકા મહિલાઓ ખુશ છે. આ મહિલાઓની સ્થિતિ પર કરવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી મોટો સર્વે હોવાનું જણાવાય રહ્યં છે. આ સર્વે એટલા માટે પણ મહત્વપૂર્ણ થઈ જાય છે, કારણ કે કેટલાક દિવસો પહેલા જ થોમસન રોયટર્સે ભારતને મહિલાઓ માટે સૌથી ખતરનાક દેશોમાંથી એક માન્યો હતો. આમા 2007થી લઈને 2016 સુધીના આંકડાને ટાંક્યા હતા. તેના પ્રમાણે, મહિલાઓ પ્રત્યે થનારા ગુના આ વર્ષમાં 83 ટકા સુધી વધ્યા છે. રાષ્ટ્ર સેવિકા સમિતિએ બે વર્ષ પહેલા દેશના 574 જિલ્લામાં કરવામાં આવ્યો હતો. તેમા તારણ આવ્યું છે કે 64 ટકા મહિલાઓ ખુશ છે. આ સર્વેમાં વીએચપી, વિદ્યાભારતી, એબીવીપી અને અન્ય સંગઠનોની મદદ લેવામાં આવી હતી.