મરુમલારચી દ્રવિડ મુનેત્ર કષગમ (MDMK)ના મહાસચિવ અને રાજ્યસભા સાંસદ વાયકોએ ફરી એકવાર કાશ્મીર મુદ્દા પર વાંધાજનક નિવેદન આપ્યું છે.
વાઈકોએ કહ્યુ છે કે જ્યાર ભારત પોતાનો 100મો સ્વતંત્રતા દિવસ ઉજવશે, ત્યારે કાશ્મીર ભારતની સાથે નહીં હોય. જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવવાના કેન્દ્ર સરકારના પગલાને સંસદમાં વાઈકોએ વિરોધ કર્યો હતો અને તેને લોકશાહીની વિરુદ્ધ ગણાવ્યું હતું.
તિરુવન્નમલઈ જિલ્લામાં પાર્ટીના એક સમારંભમાં વાઈકોએ કહ્યુ છે કે કાશ્મીર ભારતનો હિસ્સો નહીં રહે. એક માસ પહેલા ચેન્નઈની એક અદાલતે શ્રીલંકાના તંકવાદી સંગઠન એલટીટીઈના ટેકામાંનિવેદન આપવા પર વાઈકો પર દેશદ્રોહના એક મામલામાં દોષિત ઠેરવ્યા હતા. અદાલતે બાદમાં સજા પર રોક લગાવી હતી.