Site icon hindi.revoi.in

ડીએમકેએ માની નહીં કોંગ્રેસની વાત: રાજ્યસભાની ત્રણ બેઠકો પર જાહેર કર્યા ઉમેદવાર, વાઈકોને આપી ટિકિટ

Social Share

ચેન્નઈ: ડીએમકેએ રાજ્યસભા ચૂંટણી માટે પોતાની પાર્ટી તરફથી ત્રણ ઉમેદવારોના નામનું એલાન કર્યું છે. આ ત્રણ નામોમાં એમડીએમકેના અધ્યક્ષ વાઈકો, ભૂતપૂર્વ એડિશનલ એડવોકેટ જનરલ પી. વિલસન અને પાર્ટીના લેબર પ્રોગ્રેસિવ ફેડરેશનના જનરલ સેક્રેટરી એમ. શાનમુઘામને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

તમિલનાડુની છ રાજ્યસભા બેઠકો માટે આ મહીને મતદાન થવાનું છે. માનવામાં આવે છે કે આમાથી ત્રણ બેઠકો ડીએમકેના ખાતામાં જવાની શક્યતા છે. તેના સિવાય બાકીની ત્રણ બેઠકો પર રાજ્યની સત્તારુઢ પાર્ટી એઆઈએડીએમકે કબજો જમાવે તેવી શક્યતા છે.

ડીએમકેએ લોકસભા ચૂંટણીથી પહેલા જ એમડીએમકેના પ્રમુખ વાઈકોને રાજ્યસભાની એક બેઠક આપવાનો વાયદો કર્યો હતો. પોતાના કરવામાં આવેલા વાયદાને નિભાવતા ડીએમકેએ વાઈકોને રાજ્યસભા સાંસદ પદ માટે ઉમેદવાર બનાવ્યા છે.

તાજેતરમાં સંપન્ન થયેલી લોકસભાની ચૂંટણીમાં ડીએમકે-એમડીએમકે અને કોંગ્રેસ રાજ્યમાં ગઠબંધન કરીને ચૂંટણી મેદાનામાં ઉતર્યા હતા. તેના પહેલા વાઈકો કેન્દ્રમાં ભાજપની સરકારને પણ પોતાનું સમર્થન આપી ચુક્યા છે.

આના પહેલા મીડિયામાં અહેવાલ આવ્યા હતા કે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને તમિલનાડુથી રાજ્યસભામાં મોકલવામાં આવે તેવી શક્યતા છે. આ અહેવાલને લઈને બંને પક્ષોએ કોઈપણ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. જો કે નામની ઘોષણા બાદ આ સ્પષ્ટ થઈ ગયું છે કે હવે અહીંથી મનમોહનસિંહ રાજ્યસભામાં નહીં જાય.

Exit mobile version