Site icon hindi.revoi.in

ગાંધીનગર નજીક રૂપાલમાં આ વર્ષે નહીં નીકળે માતાજીની પરંપરાગત પલ્લી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે આ વર્ષે નવરાત્રિ પર્વમાં ગરબાની મંજૂરીને લઈને અસમંજસ ભરી સ્થિતિ ઉભી થઈ છે. વ્યવસાયીક રીતે યોજાયા ગરબા મહોત્સવ આ વર્ષે નહીં યોજાય. જો કે, શરી ગરબા અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે નવલી નવરાત્રીના નવમાં નોરતે યોજાતી રૂપાલની પલ્લી આ વર્ષે નહીં યોજવાનો વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર નજીક આવેલા રૂપાલામાં વર્ષોથી 9માં નોરતે પરંપરાગત રીતે માતાજીની પલ્લી યોજાય છે. જેમાં લાખો કિલો ઘી ચઢાવવામાં આવે છે. આ પલ્લીના દર્શન કરવા માટે રાજ્યભરમાં ભક્તો રૂપાલ આવે છે. જો કે, ચાલુ વર્ષે કોરોના મહામારીને પગલે રૂપાલમાં પલ્લી નહીં હોવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આમ આ વર્ષે રૂપાલમાં પરંપરાગત રીતે નીકળતી પલ્લીની પરંપરા તૂટે તેવી શકયતા છે.

ગુજરાતમાં દર વર્ષે નવરાત્રી પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવે છે. જો કે, સરકાર દ્વારા આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં દર વર્ષે યોજાતા વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ રદ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નવરાત્રિમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે માતાજીના અંનેક મંદિરો ભક્તો માટે બંધ રાખવાનું નિર્ણય કરવામાં આવ્યો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આ વર્ષે ભારદવી પૂનમનો મેળો પણ યોજવામાં આવ્યો ન હતો.

Exit mobile version