Site icon hindi.revoi.in

પ.બંગાળમાં ટીએમસી-ભાજપ વચ્ચે કાર્યાલયો પર કબજાનો જંગ, મમતા બેનર્જીએ ભગવા દીવાલ પર બનાવ્યું પાર્ટીનું ચિન્હ!

Social Share

કોલકત્તા: તાજેતરમાં સંપન્ન થયેલી લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં થયેલી રાજકીય હિંસા પર રાજ્યમાં સત્તારુઢ ટીએમસી અને વિપક્ષી દળ ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપ ચાલુ છે. આ ઘટનાક્રમમાં બંને પક્ષો રાજ્યના વિભિન્ન જિલ્લામાં કથિતપણે એકબીજાના કાર્યાલયો પર કબજો અને ફરીથી કબજો કરવાની હોડમાં લાગેલા છે. એટલું જ નહીં કાર્યાલયો પર કબજાની આ જંગમાં રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પણ સામેલ થઈ ગયા છે.

ગત 30મી મેના રોજ મમતા બેનર્જી રાજ્યના ઉત્તર 24 પરગણા જિલ્લાની મુલાકાતે ગયા હતા અને નૌહાટી વિસ્તારમાં એક ઓફિસ પર ફરીથી કબજો કર લીધો. આ ઓફિસ પર ભાજપનો સિમ્બલ લગાવવામાં આવેલો હતો અને પાર્ટીનું નામ પેઈન્ટ કરવામાં આવ્યું હતું. ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ બ્રશની મદદથી ઈમારતની ભગવા દીવાલ પર કાળા રંગથી ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસનું ચિન્હ ફૂલ અને પત્તી બનાવવામાં આવ્યું હતું.

મમતા બેનર્જીએ જે બિલ્ડિંગ પર પોતાની પાર્ટીનું સિમ્બલ બનાવ્યું હતું, તેને કથિતપણે નવનિર્વાચિત ભાજપના સાંસદ અર્જુનસિંહના સમર્થકોએ કબજો કરી લીધો હતો. અર્જુનસિંહે ટીએમસીના કદ્દાવર નેતા દિનેશન ત્રિવેદીને બેરકપુર લોકસભા બેઠક પરથી મ્હાત આપી છે. આ પ્રવાસ દરમિયાન જ્યારે મમતા બેનર્જીનો કાફલો પસાર થઈ રહ્યો હતો, તો લોકોએ જય શ્રીરામના સૂત્રો લગાવ્યા હતા.

જેના કારણે મમતા બેનર્જી ખફા થઈ ગયા હતા અને તેમણે સૂત્રો લગાવનારાઓને બહારી અને ભાજપના કાર્યકર્તા ગણાવ્યા હતા. મમતા બેનર્જીએ કહ્યુ છે કે તેઓ અપરાધી છે અને મને ગાળો આપી રહ્યા છે. તે બંગાળથી નથી.

બાદમાં ભાજપે એલાન કર્યું કે તેઓ મમતા બેનર્જીને 10 લાખ જય શ્રીરામવાળા પોસ્ટકાર્ડ મોકલશે. પશ્ચિમ બંગાળથી ભાજપના નવનિર્વાચિત સાંસદ અર્જુનસિંહે કહ્યુ છે કે અમે મુખ્યપ્રધાનના નિવાસસ્થાન પર 10 લાખ પોસ્ટકાર્ડ મોકલવાનો નિર્ણય કર્યો છે. જેના પર જય શ્રીરામ લખેલુ હશે.

લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ કથિતપણે ભાજપના કાર્યકર્તાઓએ બ્લોક અને ગ્રામ્ય સ્તરે ટીએમસીના કાર્યલયોને ભગવા રંગે રંગી દીધા છે. મહત્વપૂર્ણ છે કે ચૂંટણી પરિણામમાં ભાજપે રાજ્યની 42 બેઠકોમાંથી 18 પર કબજો કર્યો છે, જ્યારે ટીએમસી 2014ની ચૂંટણીના મુકાબલે 34 બેઠકોમાંથી ઘટીને 22 પર પહોંચી છે.

અહેવાલોમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે ટીએમસી કાર્યકર્તાઓની ઘણી મિલ્કતોને માલિકોના પક્ષપલટાને કારણે તેને ભાજપના યૂનિટ તરીકે બદલવામાં આવી રહી છે. આ ટીએણસી કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થઈ ગયા છે.

આ પહેલા 28 મેના રોજ મુકુલ રોયના પુત્ર સુભ્રાંગ્શુ સહીત ટીએમસીના બે ધારાસભ્યો અને 63 નગર પાર્ષદ દિલ્હી ખાતે જઈને ભાજપમાં સામેલ થયા હતા. તેના સિવાય સીપીએમના ધારાસભ્ય હેમતાબાદ દેવેન્દ્ર રોય પણ ભાજપમાં સામેલ થયા છે. આ ઘટનાક્રમ વચ્ચે મમતા બેનર્જીએ રવિવારે બ્લોગ લખીને ભાજપ પર હુમલો કરતા આરોપ લગાવ્યો છે કે ભગવા પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ મીડિયાના એક વર્ગનો ઉપયોગ નફરતનો માહોલ બનાવવા માટે કરી રહ્યો છે.

Exit mobile version