Site icon hindi.revoi.in

શિયાળાની ઋતુમાં તમારા નાસ્તામાં બનાવો ગરમા-ગરમ સ્પાઈસી ‘ગ્રીન ચીલી પોટેટો’

Social Share

સાહીન મુલતાની

સામગ્રી

ગ્રીન ચીલી પોટેટો બનાવવાની રીતઃ- સૌ પ્રથમ બટાકાની ચિપ્સને પાણી વડે બરાબર ધોઈ લેવી, ત્યાર બાદ તેને કોટનના કપડા વડે કોરી કરી લેવી , હવે એક મોટા પહોળા વાસણમાં ચીપ્સ લઈને તેમાં કોર્ન ફ્લોર એડ કરીને ચીપ્સને બરાબર ફ્લોરમાં કોટ કરી લેવી, ત્યાર બાદ ભર તેલમાં તેને ક્રીસ્પી થાય ત્યા સુધી તળી લેવી.

હવે એક કઢાઈમાં તેલ ગરમ થવા દો, તેમાં જીરું અને ડુંગળી સાતળો, ત્યાર બાદ તેમાં લીલા મરચા, આદુ, લસણ , કેપ્સીકમ મરચા અને લીલા કાંદા નાખીને સાંતળવા દો, હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠૂં, મરીનો પાવડર, ગ્રીન ચીલી સોસ અને ચીલી ફ્લેક્સ એડ કરીને બરાબર મિક્સ કરવું , ત્યાર બાદ એડધો કપ પાણીમાં 2 ચમચી કોર્ન ફ્લોર નાખીને તે પાણી આ ગ્રેવીમાં એડ કરી લેવું.

હવે ગ્રેવી બરાબર થવા આવે એટલે તેમાં તળેલી બટાકાની ચીપ્સ એડ કરીને લીલા ઘાણા અને ટોમેટો સોસ એડ કરી  બરાબર ચમચા વડે મિક્સ કરો અને 4 થી 5 મિનિચ સુધી ગેસ પર તેને ફરવતા રહો જેથી કરીને પોટેટોમાં મસાલો ભળી જાય, ત્યાર બાદ ગેસ બંધ કરીલો, તૈયાર છે ગરમાં ગરમ ગ્રીન ચીલી પોટેટો….

નાસ્તો તમે સવારે સાંજે અને રાત્રે પણ ટ્રાય કરી શકો છો, હાલ શિયાળાની ઠંડી ઋતુમાં ા નાસ્તાનો સ્વાદ લઝિઝ હોય છે,તો આજે જ ટ્રાય કરો તમારા કિચનમાં આ ટેસ્ટી નાસ્તો.

Exit mobile version