Site icon hindi.revoi.in

બ્રિટનમાં મહાત્મા ગાંઘીના ચશ્માંની થશે હરાજી-લાખોની કિંમતમાં બોલાશે બોલી-જાણો શું છે ચશ્માનો ઈતિહાસ

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

ભારતના રાષ્ટ્રપિતા તરીકે જાણીતા બનેલા અને ભારતની ચલણી નોટો પર સ્થાન પામેલા મહાત્મા ગાંઘીને સૌ કોઈ જાણે છે,સૌ કોઈએ તેમને વાંચ્યા છે,ત્યારે તેમની અનેક ચીજ વસ્તુઓનું પણ એટલું જ મહત્વ છે જેટલું તેમની હયાતી વખતે દેશમાં તેમનું મહત્વ હતું,બ્રિટનમાં ગાંઘીજીના એક ચશ્મા હાલ ખુબ જ ચર્ચિત બન્યા છે.

વર્ષ 1900 દાયકામાં મહાત્મા ગાંધીના ગોલ્ડન ફેમના એક ચશ્મા કોઈ વ્યક્તિ દ્વારા ભેટમાં મળ્યા હતા,આ ચશ્માને ગાંધીજીએ પહેર્યા પણ હતા ત્યારે હવે વર્ષો બાદ ગાંઘીના આ ચશ્માની હરાજી થવા જઈ રહી છે, જેની કિંમત લાખોમાં બોલાઈ રહી છે,અંદાજે 14 લાખની કિંમત આ ચશ્માની લગાવવામાં આવી રહી છે.

ગાંઘીજીના આ ખાસ ચશ્માની વાત

દક્ષિણ-પશ્ચિમ ઇંગ્લેન્ડમાં હનહામમાં ઇસ્ટ બ્રિસ્ટલ ઓકશએ આ બાબતે જણાવ્યું હતું કે, આ ચશ્મા મેળવી તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા હતા.તેમના લેટર બોક્સમાં એક પરબીડિયામાં આ ચશ્મા મળ્યા હતા. પરંતુ ચશ્મા વિશેનો આટલો લાંબા ઈતિહાસની તેમને જરાયે ખબર નોહોતી.આ ચશ્માનો ઉપયોગ મહાત્મા ગાંધીજી એ વર્ષ 1910થી 1930મા દેશ બ્રિટનમાં કર્યો હતો.આ હરાજી હાઉસના સંચાલક એન્ડી સ્ટોવે છે.

 

આ ચશ્માની હરાજી ઓનલાઈન કરવામાં આવી રહી છે જેની બોલી ઓ આજથી જ શરુ થઈ ચૂકી છે,લાખોની બોલી સાથે શરુઆત થી ચૂકી છે,
આ ગાંઘીજીના ચશ્મા ઇંગ્લેન્ડમાં એક વયોવૃધ્ધ પાસે હતા,અને તેમને આ ચશ્મા પોતાના પિતાએ આપ્યા હતા અને પિતાએ કહ્યું હતું કે, જ્યારે હું દક્ષિણ આફ્રિકામાં વર્ષ 1910 થી 1930ના સમયગાળઆ દરમિયાન સાઉથ આફ્રિકામાં બ્રિટિશ પેટ્રોલિયમમાં કાર્યરત હતો ત્યારે મારા કાકાએ આ ચશ્મા ભેટરુપે મને આપ્યા હતા.ચશ્માનું ઐત્હાસ્ક મહત્વ જાણીને તેઓ ખુરશીમાં જ ઢળી પડ્યા હતા.

ત્યારે હવે 21 ઓગસ્ટથી ‘પેર ઓફ મહાત્મા ગાંધીસ પર્સનલ સ્પેકટેકલ્સ’નામની હરાજી શરુ થનાર છે માનવામાં આવની રહ્યું છે કે ભારત સહિતના કેટલાક દેશો તેમા રસ ધરાવે છે. જુદા જુદા દેશોમાંથી બોલી લગાવવામાં આવી રહી છે.

ઉલ્લેખવનીય છે કે ,ગાંઘીજીના આ ચશ્માં ઐતિહાસિક ચશ્મા કહી શકાય છે,આ ચશ્માની હરાજી કરનારનું નામ એન્ડી સ્ટોવ છે,તેમને જ્યારે ગીફ્ટમાં આ ચશ્મા આપવામાં આવ્યા ત્યારે આપનારા વ્યક્તિએ એમ પણ કહ્યું હતું કે જો તમને ન ગમે તો આ ચશ્માને ફેકી દેજો, પરંતુ આજે તેમને આ વાત સમજાય છે કે આ ચશ્મા માત્ર ચશ્મા નહોતો તે તો ગાંઘીજીના ચશ્મા હતા અને તેના સાથે એક મોટો ઈતિહાસ જોડાયેલો હતો,ત્યારે હવે આ ચશ્માની લાખો રુપિયા કિંમત આવી શકે છે તેવું હરાજી કરનારનું માનવું છે.

સાહીન-

Exit mobile version