Site icon hindi.revoi.in

ગાંધી@150: મહાત્મા ગાંધીએ નેતાજી સુભાષચંદ્ર બોઝનો વિરોધ કેમ કર્યો હતો?

Social Share

મહાત્મા ગાંધીએ જો નેતાજી સુભાષચંદ્ર બોઝનું સમર્થન કર્યું હોત, તો શું આઝાદ ભારતની તસવીર કંઈક બીજી હોત? મહાત્મા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સુભાષચંદ્ર બોઝનો શા માટે વિરોધ કર્યો હતો? આના સંદર્ભે ઈતિહાસકારોના અલગ-અલગ અભિપ્રાયો છે. કેટલાક ઈતિહાસકારોનું કહેવું છે કે આઝાદી પ્રાપ્ત કરવાની પદ્ધતિને લઈને બંનેમાં મતભેદ હતા. ગાંધીજી અહિંસા અને અસહયોગથી આઝાદી પ્રાપ્ત કરવા ચાહતા હતા, જ્યારે કે બોઝ આની સાથે સંમત હતા નહીં. આ ઈતિહાસકારોનું કહેવું છે કે સૈદ્ધાંતિક વિરોધ બાદ પણ ગાંધી અને બોઝ એકબીજાનું ખૂબ જ સમ્માન કરતા હતા. જ્યારે કે રુદ્રાંગશુ મુખર્જી જેવા ઈતિહાસકારોનું કહેવું છે કે ગાંધી, નહેરુ તરફ ઝુકેલા હતા. ગાંધીજી પાસે સુભાષચંદ્ર બોઝ માટે કોઈ સ્થાન હતું નહીં.

ગાંધીજીએ કર્યો હતો સુભાષબાબુનો વિરોધ

સુભાષચંદ્ર બોઝ 1938માં કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. તે સમયે તેઓ કોંગ્રેસના સૌથી લોકપ્રિય નેતા હતા. લોકપ્રિયતાના મામલામાં ત્યારે જવાહરલાલ નહેરુ પણ તેમનાથી પાછળ હતા. પાર્ટીમાં પોતાની નીતિઓને લાગુ કરવા માટે નેતાજી ફરીથી કોંગ્રેસના અધ્યક્ષ બનવા માંગતા હતા. 1939ના ત્રિપુરા અધિવેશનમાં તેમણે ફરીથી પોતાની ઉમેદવારી ઘોષિત કરી દીધી હતી. નહેરુએ તેમની વિરુદ્ધ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો. મૌલાના અબુલ કલામ આઝાદે તેમનું નામ પાછું ખેંચી લીધું હતું. ગાંધીજી કોઈ કિંમત પર નેતાજી સુભાષચંદ્ર બોઝને બીજી વખત અધ્યક્ષ બનતા જોવા ઈચ્છતા ન હતા.

ગાંધીજીની હાર!

ગાંધીજીએ નેતાજી વિરુદ્ધ પટ્ટાભિ સીતારમૈયાને પોતાનું સમર્થન આપ્યું હતું. ત્યારે ગાંધીજીએ કહ્યુ હતુ કે પટ્ટાભિ સીતારમૈયાની હાર મારી હાર હશે. ચૂંટણી થઈ. ગાઁધીજીના વિરોધ બાદપણ સુભાષચંદ્ર બોઝ જીતી ગયા હતા. તે સમયે કોંગ્રેસમાં સુભાષચંદ્ર બોઝની સામે ગાંધીજી ફીકા પડી ગયા હતા. ગાંધીજી એટલા નિરાશ થઈ ગયા કે તેણે કહેવું પડયું કે આ મારી હાર છે. આ જીતથી નહેરુ પણ અસહજ થઈ ગયા હતા. વિચિત્ર પરિસ્થિતિ હતી. કોંગ્રેસના મોટાભાગના કાર્યકર્તા સુભાષચંદ્ર બોઝના સમર્થનમાં હતા, જ્યારે ગાંધીજી અને નહેરુ તેમના વિરોધમાં હતા. આનાથી આહત થઈને સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું અને પોતાનો અલગ ચિલો ચાતર્યો હતો. રાજીનામાના બે વર્ષ બાદ નેતાજી ભારતમાંથી વિદેશ ચાલ્યા ગયા અને આઝાદીની લડાઈ માટે આઝાદ હિંદ ફૌજની સ્થાપના કરી હતી.

ગાંધીજીએ બોઝના સ્થાને નહેરુને કર્યા પસંદ?

1939માં સુભાષચંદ્ર બોઝે પોતાના ભત્રીજા અમિયનાથ બોઝને એક પત્ર લખ્યો હતો. તેમા કહેવામાં આવ્યું હતું કે મને કોઈએ પણ એટલું નુકસાન કર્યું નથી, જેટલું કે જવાહરલાલ નહેરુએ કર્યું. તે સમયે ગાંધીજીના વારસાને સંભાળવા માટે બે સૌથી વધુ યોગ્ય નેતા હતા, સુભાષચંદ્ર બોઝ અને જવાહરલાલ નહેરુ. પરંતુ ગાંધીજીને બોઝથી મુશ્કેલી હતી. માટે તેમણે નહેરુને પોતાના વારસદાર તરીકે પસંદ કર્યા હતા. તે સમયે કોંગ્રેસ અને સંપૂર્ણ ભારતીય રાજનીતિ એક મહત્વના વળાંક પર ઉભા રાખ્યા હતા. જો સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના આગેવાન બની જાત, તો સ્પષ્ટ છે કે આઝાદી બાદની તસવીર કંઈક અલગ હોત.

સુભાષચંદ્ર બોઝ અને નહેરુ

ઈતિહાસકાર રુદ્રાંગશુ મુખર્જી પ્રમાણે, ગાંધીજી પાસે સુભાષચંદ્ર બોઝ માટે કોઈ સ્થાન ન હતું. બોઝનું માનવું હતું કે તેઓ અને નહેરુ સાથે મળીને ઈતિહાસ બનાવી શકતા હતા. પરંતુ આ શક્ય ન હતું. બોઝની લોકપ્રિયતાથી નહેરુના નામનમાં અસુરક્ષાની ભાવના થઈ ગઈ હતી. રુદ્રાંગશુ મુખર્જી પ્રમાણે, 1945માં સુભાષચંદ્ર બોઝના નિધનના અહેવાલ આવ્યા બાદ પણ નહેરુ પોતાની રાજનીતિને લઈને આશ્વસ્ત થઈ શક્યા ન હતા. બોઝના પરિવારજનોની નહેરુ સરકારે 16 વર્ષ સુધી જાસૂસી કરાવી હતી. નહેરુ માનતા હતા કે સુભાષચંદ્ર બોઝ કરિશ્માઈ નેતા છે. તે એક એવા નેતા છે, જે કોંગ્રેસની વિરુદ્ધ લોકોને એકજૂટ કરી શકે છે. નહેરુને લાગતું હતુ કે સુભાષચંદ્ર બોઝ જીવિત છે અને ક્યાંક વેશ બદલીને રહે છે. જો તેઓ ભારત પાછા આવશે, તો કોંગ્રેસ ધ્વસ્ત થઈ જશે. 26 નવેમ્બર-1957ના રોજ તત્કાલિન વડાપ્રધાન નહેરુએ ત્યારે વિદેશ સચિવ સુવિમલ દત્તને એક ગુપ્ત પત્ર લખ્યો હતો અને સુભાષચંદ્ર બોઝના ભત્રીજા અમિયનાથ બોઝને જાપાન જવાનું વિવરણ માગ્યું હતું.

ગાંધીજી બોઝને ગુમરાહ માનતા હતા

23 ઓગસ્ટ-1945ના રોજ એવા અહેવાલ આવ્યા હતા કે સુભાષચંદ્ર બોઝનું હવાઈ દુર્ઘટનામાં નિધન થઈ ગયું છે. તેના એક દિવસ બાદ 24 ઓગસ્ટે ગાંધીજીએ રાજકુમારી અમૃત કૌરને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે બોઝને એક દેશભક્ત તો ગણાવ્યા હતા, પરંતુ તેમને ગુમરાહ પણ ગણાવ્યા હતા. આ પત્રમાં એક સ્થાન પર ગાંધીજીએ લખ્યું હતું કે હું જાણતો હતો કે તેમનું કામ નિષ્ફળ રહેવાનું છે. ઘણાં સ્થાનો પર ગાંધીજીએ તેમની સંગઠન ક્ષમતા અને સર્વધર્મ સદભાવના વખાણ કર્યા છે. પરંતુ એ પણ સાચું છે કે જો સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસથી અલગ થયા તો તેનું એકમાત્ર કારણ ગાંધીજી જ હતા.

Exit mobile version