Site icon hindi.revoi.in

શ્રીનગરમાં 10 હજાર લોકોના પ્રદર્શનના સમાચાર ખોટા, મીડિયા અહેવાલોને ગૃહ મંત્રાલયનો રદિયો

Social Share

ગૃહમંત્રાલયે વિદેશી મિડિયામાં ચાલી રહેલી ખબરોને નકારી છે ,જેમાં કહેવામાં આવ્યું છે કે શ્રીનગરમાં કલમ 370 હટાવવાના મામલે એક મોટૂ પ્રદર્શન યોજવામાં આવ્યું છે જેમાં 10 હજાર લોકો સામેલ થયા છે,ત્યારે આ વાતને લઈને ગૃહમંત્રાલયે એક બયાન રજુ કર્યું છે અને કહ્યુ કે વિદેશી મિડિયાની  ખબરો આધાર વગરની છે, ગૃહમંત્રાલયના મુજબ અહિ છૂટાછવાયા પ્રદર્શન કરવામાં આવ્યા હતા પણ તેમા માત્ર ને માત્ર 20 થી પણ વધુ લોકો નહોતા.

ગૃહમંત્રાલયે ટ્વિટ કર્યુ છે કે  “કેટલાક એવા મિડિયા રિપોર્ટસ સામે આવ્યા છે કે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે  શ્રીનગરના એક વિરોધ પ્રદર્શનમાં 10 હજાર લોકો જોડાયા છે,ત્યારે તે  રિપોર્ટ તદ્દન ખોટો અને પાયા વિહોણો છે,શ્રીનગર અને બારામૂલામાં છૂટાછવાયા પ્રદર્શન થયા હતા પરંતુ તેમા વધીને 20 લોકો જોડાયા હતા ”

ઉલ્લ્ખનીય છે કે આ પહેલા આંતરાષ્ટ્રીય સમાચાર એજન્સી રૉયટર્સે એક રિપોર્ટમાં જણાવ્યું હતુ કે શુક્રવારના રોજ થયેલા વિરોધ પ્રદર્શનમાં 10 હજાર લોકો ભેગા થયા હતા,રૉયટર્સે આ રિપોર્ટ એક પોલીસ અધિકારી અને બે ગવાહોના આધારે આપ્યો હતો

આ રિપોર્ટ મુજબ શ્રીનગરના સૌરા વિસ્તારમાં કલમ-144નું ઉલ્લંધન કરીને લોકો ભેગા થયા હતા,રૉયટર્સે દાવો કર્યો હતો કે આ ભીડને આઈવા બ્રીજના પાછળ મોકલી દેવામાં આવી હતી.અહિયા પાલીસે આ ભીડ પર આંસૂ ગેસનો ઉપયોગ કર્યો હતો, પોલીસ અધિકારીનું કહેવું છે કે આ વિરોધ પ્રદર્શનમાં અંદાજે 10 હજાર લોકો હતા અને તે હાલ સુધીનું સૌથા મોટૂ પ્રદર્શન હતું.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે વહીવટી તંત્રએ શ્રીનગરમાં થોડી રાહત આપી હતી જેથી લોકો જુમ્માની નમાઝ પઢી શકે અને બકરી ઈદની ખરીદી કરી શકે ત્યારે  આ વાતનો ફાયદો ઉઠાવતા કેટલાક લોકો ત્યા ભેગા થયા હતા. જો કે, વહીવટી તંત્ર દ્વારા સાવચેતી દાખવ્યા બાદ આ ભીડને અહિથી રવાના કરવામાં આવી હતી.

Exit mobile version