Site icon hindi.revoi.in

બજેટમાં કોંગ્રેસની સરકારોનું ‘હિંદુત્વ શરણમ ગચ્છામિ’ : ગહલોત બન્યા ગોરક્ષક, ‘રામના રસ્તે’ કમલનાથ

Social Share

મધ્યપ્રદેશની કમલનાથ સરકાર અને રાજસ્થાનની અશોક ગહલોત સરકારે સોફ્ટ હિંદુત્વના માર્ગ પર પગલા આગળ વધાર્યા છે. મુખ્યપ્રધાન અશોક ગહલોતે બુધવારે બજેટ 2019-20 રજૂ કર્યું છે. તેમા તેમણે નંદીગાય આશ્રયોની સ્થાપનાની ઘોષણા કરી છે.

તો મધ્યપ્રદેશની કમલનાથ સરકારે પોતાના પહેલા બજેટમાં ગૌશાળા બનાવવાની સાથે રામ વન ગમન પથને વિકસિત કરવાની પણ ઘોષણા કરી છે.

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં પશુ કલ્યાણની સાથે ગૌશાળાનો વાયદો પણ કર્યો હતો. આ કારણ છે કે મુખ્યપ્રધાન અશોક ગહલોતે પોતાના પહેલા જ બજેટમાં બેસહારા પશુઓની દેખરેખ માટે દરેક ગ્રામ પંચાયતમાં નંદી ગાય આશ્રયોની સ્થાપનાની ઘોષણા કરી છે.

રખડતા ઢોરને લઈને રાજ્યના ખેડૂતો પરેશાન છે અને સતત ધરણા-પ્રદર્શન કરી રહ્યા છે. તેવામાં મુખ્યપ્રધાને રખડતા પશુઓથી મુક્ત રાજસ્થાન બનાવવાની વાત પણ કહી છે.

ગહલોતે કહ્યુ છે કે કોઈપણ રખડતા પશુ સડક પર દેખાય નહીં, તેના માટે અમે દરેક ગ્રામ પંચાયત મુખ્યમથકમાં નંદી ગાય આશ્રય બનાવીશું. તેની સાથે રાજસ્થાનમાં 00 નવા પશુ ચિકિત્સા ઉપ કેન્દ્ર પણ ખોલવામાં આવશે. રાજસ્થાનમાં ગાયને લઈને ઘણાં મોબ લિંચિંગના મામલા પણ સામે આવી ચુક્યા છે.

મધ્યપ્રદેશની કમલનાથ સરકારે પણ બુધવારે પોતાનું પહેલું બજેટ રજૂ કર્યું છે અને સોફ્ટ હિંદુત્વના માર્ગ પર પોતાના પગલા આગળ વધાર્યા છે. મધ્યપ્રદેશના નાણાં પ્રધાન તરુણ ભનોતે ગૌસંરક્ષણ માટે 1309 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. રાજ્યના દરેક ગામમાં ગૌશાળા ખોલવાનું એલાન કરવામાં આવ્યું છે. મંદિરની જમીનો પર સરકારી નિધિથી ગૌશાળા બનાવવામાં આવશે.

કમલનાથ સરકારે રામપથ ગમન માર્ગ વિકસિત કરવા માટે રામ વન પથ નિગમ બનાવવાનું એલાન કર્યું છે. તેના સિવાય જબલપુરમાં નર્મદા રિવર ફ્રંટને વિકસિત કરવાની ઘોષણા કરી છે. મહત્વપૂર્ણ છે કે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના ઢંઢેરામાં દરેક ગ્રામ પંચાયતમાં ગૌશાળા, રામ વન પથ નિગમ સહીત નર્મદાને બચાવવાનો વાયદો કર્યો હતો.

મહત્વપૂર્ણ છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન બંને રાજ્યોમાં કોંગ્રેસ સોફ્ટ હિંદુત્વના માર્ગ પર આગળ વધી રહી છે. જો કે તાજેતરમાં થયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો સંપૂર્ણપણે સફાયો થઈ ગયો છે. તેવામાં સરકાર હવે ભાજપની તર્જ પર જ આગળ વધી રહી છે.

Exit mobile version