Site icon hindi.revoi.in

MPના CM કમલનાથનો ભાણિયો ઈડી દ્વારા ધરપકડના ડરને કારણે ફરાર

Social Share

નવી દિલ્હી: મધ્યપ્રદેસના મુખ્યપ્રધાન કમલનાથનો ભાણિયો રતુલ પુરી ઈડી દ્વારા ધરપકડ થવાના ડરથી ફરાર થઈ ગયો છે. જણાવવામાં આવે છે કે ઈડીએ અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી મામલામાં રતુલ પુરીને પૂછપરછ માટે બોલાવ્યો હતો. પરંતુ ધરપકડની આશંકાને કારણે તે અધિકારીઓને થાપ આપીને ફરાર થઈ ગયો છે.

સૂત્રોનું માનીએ, તો રતુલ પુરી ઈડીના અધિકારીઓને પૂછપરછમાં સહયોગ કરી રહ્યો ન હતો. માટે ઈડી તેની ધરપકડ કરવા ઈચ્છતી હતી. ઈડીએ તેને પૂછપરછ માટે સમન કર્યો હતો. રતુલ પુરી ઈડીના કાર્યાલય ખાતે પણ પહોંચ્યો હતો. ઈડીના અધિકારીઓએ તેને રાહ જોવાનું કહ્યું હતું. પરંતુ ધરપકડના ડરથી તે ચુપચાપ ઈડીના કાર્યાલય ખાતેથી ફરાર થયો હતો.

મહત્વપૂર્ણ છે કે આ પહેલા એપ્રિલમાં પણ ઈડીએ અગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી ગોટાળા સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના મામલામાં મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના ભત્રીજા રતુલ પુરીને પુછપરછ માટે બોલાવ્યો હતો. રતુલ પુરી પર આરોપ છે કે અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર ગોટાળામાં તેની કંપનીઓમાં દુબઈથી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. કેન્દ્રીય તપાસ એજન્સી આ તપાસ કરી રહી છે કે આખરે રતુલ પુરીની કંપનીમાં કોના ઈશારે નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

ઈડીના સૂત્રો પ્રમાણે, અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી ગોટાળામાં તાજેતરમાં સરકારી સાક્ષી બનેલા વચેટિયા અને દુબઈના કારોબારી રાજીવ સક્સેના દ્વારા નોંધવામાં આવેલા નિવેદનમાં પુરીનું નામ સામે આવ્યું હતું. ઈડીના વિશેષ સરકારી વકીલ ડી. પી. સિંહ અને એન. કે. ભટ્ટાએ દિલ્હીની વિશેષ અદાલતને જણાવ્યુ હતુ કે એજન્સી આરજી નામના વ્યક્તિની ઓળખ કરવા માંગે છે, તેના નામથી ગુપ્તાની ડાયરીઓમાં 50 કરોડથી વધુની એન્ટ્રી કરવામાં આવી છે.

Exit mobile version