Site icon Revoi.in

જનતાનો ચુકાદો: ફીર એક બાર મોદી સરકાર, મોદીએ કહ્યું- દેશે એક ફકીરની ઝોળી ભરી દીધી

Social Share

વલણોમાં બીજેપી+ 348, કોંગ્રેસ+ 89, એસપી+બીએસપી 18 જ્યારે અન્ય 87 સીટ્સ પર આગળ, ભારતીય જનતા પાર્ટી એકલી જ પોતાના દમ પર આ વખતે 300 નો આંકડો પાર કરી ચૂકી છે.

BJP+ 103 સીટ્સ પર જીત, કોંગ્રેસ+ 26 સીટ્સ પર જીત, સપા-બસપા 2, અન્ય 6

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી હેડક્વાર્ટ્સ પરથી ભારતની જનતાને સંબોધન કર્યું. મોદીએ બીજેપી કાર્યકર્તાઓ, જનતા, ચૂંટણીપંચ, સુરક્ષાદળો તમામનો આભાર માન્યો. મોજીએ કહ્યું કે દેશે એક ફકીરની ઝોળી ભરી દીધી.

બીજેપી અધ્યક્ષ અમિત શાહે દિલ્હી પાર્ટી હેડક્વાર્ટસ પર જનતાને સંબોધી. તેમણે કહ્યું કે આ એક ઐતિહાસિક જીત છે.

લોકસભા ચૂંટણીના પરિણામો પર બસપા માયાવતીએ કહ્યું કે આ પરિણામો લોકોની અપેક્ષા અને તેમના સેન્ટિમેન્ટ્સની વિરુદ્ધના છે. એમ પણ જ્યારે આખા દેશની તમામ સંસ્થાઓ સરકાર સામે ઘૂંટણિયે પડી ગઈ, ત્યારે જનતાએ પણ આ બાબતે સ્ટેન્ડ લેવું જ પડે.

કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ, જેપી નડ્ડા, થાવરચંદ ગેહલોત અને ભૂતપૂર્વ એમપી સીએમ શિવરાજસિંહ ચૌહાણે બીજેપી હેડક્વાર્ટર પર લોકોનું કર્યું સ્વાગત.

દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટર પહોંચ્યા વડાપ્રધાન મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ. લોકોએ વડાપ્રધાનનું ગુલાબની પાંખડીઓ વરસાવીને કર્યું સ્વાગત.

પટના સાહિબ સીટ પરથી કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિંહા 2,78,000 વોટ્સથી હાર્યા છે. ગોરખપુર સીટ પરથી બીજેપીના ઉમેદવાર રવિકિશન 3,01,664 વોટ્સથી જીતી ગયા છે.

AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે ચૂંટણીપંચે તેમની ઇન્ડિપેન્ડન્સ દર્શાવવી જોઈએ, મને લાગે છે કે VVPAT તો 100% છે. ઇવીએમનું રેગિંગ નથી થયું પરંતુ હિંદુ મગજનું રેગિંગ થઈ ચૂક્યું છે.

ટ્વિટર પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નામની આગળથી ‘ચોકીદાર’ શબ્દ હટાવ્યો. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કહ્યું, અમે જનતાના નિર્ણયનું સન્માન કરીએ છીએ અને પીએમ તેમજ બીજેપીને અભિનંદન પાઠવીએ છીએ.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાહુલ ગાંધીએ અધ્યક્ષપદેથી રાજીનામું આપવાનો પ્રસ્તાવ મૂક્યો. જોકે કોંગ્રેસ લીડર રણદીપ સુરજેવાલાએ કહ્યું કે રાહુલ ગાંધીના રાજીનામું આપવાના સમાચાર ખોટા છે.

વારાણસીમાં પીએમ મોદી 3.85 લાખ વોટ્સથી જીત્યા જ્યારે ગાંધીનગર સીટ પર અમિત શાહ 5 લાખ વોટ્સથી જીત્યા, અમેઠીમાં સ્મૃતિ ઇરાની 30,000 હજારથી પણ વધુ વોટ્સથી જીત્યા.

મધ્યપ્રદેશમાં ગુના સીટ પરથી કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધિયા અને ભોપાલ સીટ પરથી દિગ્વિજય સિંહ હારી ચૂક્યા છે.

કેરળમાં વાયનાડ સીટ પર રાહુલ ગાંધીએ જબરદસ્ત જીત મેળવી