Site icon hindi.revoi.in

લોન પર બે વર્ષ સુઘી વધી શકે છે EMI ભરવાની છૂટ – જાણો કોને થશે ફાયદો અને કોણે વેઠવું પડશે નુકશાન

Social Share

સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે ત્યારે વિતેલા માર્ચ મહિનામાં કોરોના સંકટને ધ્યાનમાં લઈને રિઝર્વ બેંકના દિશા આદેશ પર બેંકોએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. આ અંતર્ગત કંપનીઓ અને વ્યક્તિગત લોકોને લોનના હપ્તા ભરવાની છ મહિનાની છૂટ આપવામાં આવી હતી. જો કે હવે તેનો સમયગાળો 31 ઓગસ્ટના રોજ સમાપ્ત થયો.

કોવિડ -19ને કારણે મોરેટોરિયમ અવધિ દરમિયાન વ્યાજ પર છૂટ આપવાની દિશામાં નિર્દેશ આપવામાં આવેલી એક અરજી પર સુપ્રમી કોર્ટમાં સુનાવણી થઈ હતી, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્ર તરફથી કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું જેમાં જણાવ્યું હતું કે, લોન મુલતવી રાખવાની મુદ્દતમાં બે વર્ષ સુધીનો વધારો કરવામાં આવી શકે છે. પરંતુ આ કેટલાક સેક્ટરો માટે જ લાગુ કરાશે.

જો તમે ત્રણ મહિના હપ્તાની ચુકવણી નહીં કરવાનો વિકલ્પ પસંદ કર્યો હતો તો તમારી લોનની અવધિમાં ત્રણ મહિનાનો વધારો કરવામાં આવશે અને આ ત્રણ મહિના દરમિયાન જે વ્યાજ લાગશે તે પણ લેવામાં આવશે, આ વ્યાજ આગળના હપ્તા સાથે જોડી દેવામાં આવશે. બેંકોના નિયમો અને શરતો જુદી જુદી પણ હોઈ શકે છે. પરંતુ ગ્રાહકો બે વિકલ્પ મળશે.

વિકલ્પ 1 – વ્યાજદર બાકી રહેલી રકમમાં જાડવામાં આવી શકે છે, જેનાથી બાકી રહેલા મહીનાનો ઈએમઆઈ વધી જશે

વિકલ્પ 2- ગ્રાહકોની લોન ભરવાની મર્યાદા વધી શકે છે,તેવા સમયે તેમના ઈએમઆઈમાં કોઈ ફેરફાર નહી કરવામાં આવે, આ અતંર્ગત લોનનો જેટલો વધુ સમય બાકી હશે તેટલો જ ગ્રાહકોનો બોજ વધશે

લોન મોરટોરિયમ શું છે જાણો-: આરબીઆઈ દ્વારા આપવામાં આવતી લોન મોરેટોરિયમ સુવિધા હેઠળ ગ્રાહકોને ઇએમઆઇ ટાળવાનો વિકલ્પ મળ્યો. એટલે કે, જો તમે બેંકમાંથી કોઈપણ પ્રકારની લોન લીધી હોય, તો આરબીઆઈએ તમને તમારી જરૂરિયાત મુજબ છ મહિના સુધી લોનની ઇએમઆઈ નહીં ભરવાનો વિકલ્પ આપ્યો.સેન્ટ્રલ બેંકે માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં છ મહિના માટે લોન ઇએમઆઈ મુલતવી રાખવાનો વિકલ્પ ગ્રાહકોને આપ્યો હતો.

કોરોના મહામારીને ધ્યાનમાં લેતા અને ગ્રાહકોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને, આરબીઆઈએ અગાઉ 1 માર્ચ, 2020 થી 31 મે, 2020 સુધી તમામ મુદત લોનની ચુકવણી પર ત્રણ મહિનાના વધારાને મંજૂરી આપી હતી.ત્યાર બાદ તેને વધારીને ત્રણ મહિના સુધી એટલે કે, 31 ઓગસ્ટ 2020 સુધી વધારવામાં આવી

ઉદાહરણ તરીકે , જો ગ્રાહક 8.5 ટકાના વ્યાજદરે 20 લાખ રુપિયાની હોમ લોન લીધી છે અને તેમણે આ પહેલા જ 105 હપ્તા ભર્યા છે, તો બચેલી કુલ રકમ 15 લાખ 5 હજાર 408 રુપિયા થઈ જેને 135 બીજા હપ્તાથી ભરવાની રહેશે, અને જો ગ્રાહકે જો ત્રણ મહિનાના હપ્તા ભરવાની છૂટનો વિકલ્પ પસંદ કર્યો હશે તો તેઓએ ઇન્ટર્સ્ટ કમ્પોનન્ટ તરીકે 32,217 રૂપિયા ચૂકવવા પડશે. જો તે તેની અગાઉની હપ્તાની રકમ રૂ. 17,356 ચાલુ રાખવા માંગો છે, તો તે 140 મહિનામાં લોન પૂર્ણ કરી શકશે. એટલે કે, તેની લોનની અવધિ પાંચ મહિનાથી વધી જાય છે.

 

સાહીન-

Exit mobile version