નરેન્દ્ર મોદીએ આજે બીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. પીએમ મોદીના મંત્રીમંડળમાં 58 લોકોએ મંત્રીપદના શપથ લીધા છે. કેટલાક ચહેરા નવા છે જ્યારે કેટલાક ફરીથી મંત્રી તરીકે ચૂંટાયા છે. આ મંત્રીમંડળમાં 19 ચહેરાઓ એકદમ નવાં છે. ત્યારે જાણો મોદીની આ નવી કેબિનેટમાં મંત્રીઓ કોણ છે.
રાજનાથ સિંહ- લખનઉથી બીજેપી સાંસદ, ગઇ સરકારમાં ગૃહમંત્રી રહ્યા હતા.
અમિત શાહ- બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાતના ગાંધીનગરથી બીજેપી સાંસદ, પહેલીવાર મોદી સરકારમાં મંત્રી તરીકે સામેલ
નીતિન ગડકરી- મહારાષ્ટ્રના નાગપુરથી બીજેપી સાંસદ, ગઇ સરકારમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી, રિવર ડેવલપમેન્ટ અને ગંગાસફાઇ, શિપિંગ એન્ડ વોટર રિસોર્સિસના મંત્રી, 2010-2013 સુધી બીજેપીના અધ્યક્ષ રહ્યા.
સદાનંદ ગૌડા- બેંગલુરુ, ઉત્તર કર્ણાટકથી સાંસદ,
નિર્મલા સીતારામન- રાજ્યસભાના સભ્ય, ગઇ સરકારમાં સંરક્ષણ મંત્રી, ભારતના બીજાં મહિલા સંરક્ષણ મંત્રી, બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા પણ રહી ચૂક્યાં છે.
રામવિલાસ પાસવાન- આ વખતે ચૂંટણી લડ્યા નથી, કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશનના કેબિનેટ મંત્રી છે, લોક જનશક્તિ પાર્ટીના મંત્રી, આઠ વખત લોકસભા મેમ્બર અને પૂર્વ રાજ્યસભા સાંસદ.
નરેન્દ્ર સિંહ તોમર- મધ્યપ્રદેશના મુરૈનાથી સાંસદ, હાલ સરકારમાં ગ્રામ્યવિકાસ, સંસદીય બાબતો, પંચાયતી રાજ અને ખાણમંત્રી, ગઇ લોકસભામાં પણ સાંસદ.
રવિશંકર પ્રસાદ- બિહારના પટનાસાહિબથી બીજેપી સાંસદ, કાયદો અને ન્યાય તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને આઇટીના યુનિયન મિનિસ્ટર, વાજપેયી સરકારમાં પણ રહ્યા મંત્રી, સુપ્રીમ કોર્ટમાં સિનિયર વકીલ પણ રહ્યા.
હરસિમરત કૌર- પંજાબના ભટિંડાથી સાંસદ, ફૂડ પ્રોસેસિંગ કેબિનેટ મિનિસ્ટર, શિરોમણી અકાલી દળના સભ્ય.
થાવરચંદ ગેહલોત- મધ્યપ્રદેશથી રાજ્યસભાના સભ્ય, બીજેપીના જનરલ સેક્રેટરી
એસ જયશંકર- પૂર્વ વિદેશ સચિવ, 1977માં ઇન્ડિયન ફોરેન સર્વિસમાં જોડાયા, 2001-04માં ઝેક રિપરિપબ્લિકમાં, 2009-2013માં ચાઇનામાં અને2014-15માં યુએસમાં ઇન્ડિયન એમ્બેસેડર, 2009-09માં સિંગાપુરના હાઇ કમિશન.
રમેશ પોખરિયાલ- ઉત્તરાખંડના હરિદ્વારથી સાંસદ, 2009-2011 દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી
અર્જુન મુંડા- ઝારખંડના ખૂંટીથી સાંસદ, ઝારખંડના મુખ્યમંત્રી રહ્યા, 2009ની લોકસભા ચૂંટણીમાં જમશેદપુરથી સાંસદ ચૂંટાયા હતા.
સ્મૃતિ ઇરાની- યુપીના અમેઠીથી બીજેપી સાંસદ, 42 વર્ષોમાં પહેલીવાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને હરાવી અમેઠી સીટ જીતી
ડૉ. હર્ષવર્ધન- દિલ્હીના ચાંદનીચોકથી સાંસદ, 2013ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર રહ્યા, ગઇ સરકારમાં મિનિસ્ટર ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, મિનિસ્ટર ઓફ એન્વાયરન્મેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાયમેટ ચેન્જ, મિનિસ્ટર ઓફ અર્થ સાયન્સ રહ્યા.
પ્રકાશ જાવડેકર- રાજ્યસભા સભ્ય, ગઇ સરકારમાં એચઆર મિનિસ્ટર, 2008માં મહારાષ્ટ્રથી રાજ્યસભા સાંસદ, 2014માં મધ્યપ્રદેશથી રાજ્યસભા સાંસદ, બીજેપીના ઓફિશિયલ પ્રવક્તા છે.
પિયુષ ગોયલ- મહારાષ્ટ્રથી રાજ્યસભા સાંસદ, ગઇ સરકારમાં રેલવે અને કોલસા મંત્રી
ધર્મેન્દ્રસિંહ પ્રધાન- રાજ્યસભા સભ્ય, ગઇ સરકારમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી તેમજ સ્કિલ ડેવલપમેન્ટ અને એન્ટરપ્રેન્યોરશિપ મંત્રી, 2018માં મધ્યપ્રદેશથી રાજ્યસભાના સભ્ય ચૂંટાયા, ઓડિશાની 12મી વિધાનસભાના સભ્ય, RSSના સભ્ય છે.
મુખ્તાર અબ્બાસ નકવી- રાજ્યસભા સભ્ય, ગઇ સરકારમાં માઇનોરિટી અફેર્સ મિનિસ્ટર, વાજપેયી સરકારમાં રહ્યા હતા મંત્રી
પ્રહલાદ જોષી- કર્ણાટકના ધારવાડથી જીત્યા લોકસભા ચૂંટણી, કર્ણાયકની બીજેપીના અધ્યક્ષ રહ્યા.
મહેન્દ્રનાથ પાંડે- યુપીના ચંદૌલીથી બીજેપી સાંસદ, માનવ સંસાધન વિકાસ મંત્રી રહી ચૂક્યા છે. યુપી બીજેપીના અધ્યક્ષ છે.
અરવિંદ સાવંત- મુંબઈ દક્ષિણથી શિવસેના સાંસદ, બીજી વખથ સાંસદ તરીકે ચૂંટાયા, મોદી કેબિનેટમાં પહેલીવાર સામેલ. શિવસેનાના પ્રવક્તા રહ્યા છે. બે વખત મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય રહ્યા.
ગિરિરાજ સિંહ- બિહારના બેગુસરાયથી સાંસદ, ગઇ સરકારમાં લઘુ-મધ્યમ ઉદ્યોગ મંત્રી, ફાયરબ્રાંડ હિંદુ નેતાની ઇમેજ, 2008-2010 દરમિયાન બિહાર સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે.
ગજેન્દ્રસિંહ શેખાવત- રાજસ્થાનના જાધવપુરથી બીજેપી સાંસદ, મોદીની પહેલી સરકારમાં કૃષિ રાજ્યમંત્રી રહ્યા, સ્વદેશી જાગરણ મંચ સાથે જોડાયેલા રહ્યા, બીજેપી કિસાન મોરચાના રાષ્ટ્રીય મહાસચિવ
સંતોષકુમાર ગંગવાર- યુપીના બરેલીથી સાંસદ, વાજપેયી સરકારમાં પણ રાજ્યમંત્રી રહ્યા, આઠ વખત લોકસભા સભ્ય તરીકે ચૂંટાયા, બરેલીમાં વિકાસ પુરુષના નામથી જાણીતા
રાવ ઇંદ્રજીત સિંહ- હરિયાણાના ગુરૂગ્રામથી બીજેપી સાંસદ, પાંચમી વથચ લોકસભા સાંસદ ચૂંટાયા, ગઇ મોદી સરકારમાં રાજ્યમંત્રી રહ્યા, 1990થી 2003 સુધી ઇન્ડિયન શૂટિંગ ટીમનો હિસ્સો
શ્રીપદ નાયક- નોર્થ ગોવાથી લોકસભા સાંસદ બન્યા, ગઇ સરકારમાં આયુષ્ય મંત્રી રહ્યા હતા.
જીતેન્દ્ર સિંહ- જમ્મુ-કાશ્મીરના ઉધમપુરથી બીજેપી સાંસદ, ઉધમપુરથી ફરી સાંસદ ચૂંટાયા, કાર્મિક અને પૂર્વોત્તર વિકાસના રાજ્યમંત્રી રહ્યા, વિજ્ઞાન અને પ્રોદ્યોગિક રાજ્યમંત્રી રહ્યા. ગઇ સરકારમાં PMOમાં રાજ્યમંત્રી
કિરણ રિજિજુ- અરૂણાચલ પશ્ચિમથી ફરી ચૂંટાયા સાંસદ, 2004માં પહેલીવાર પહોંચ્યા સંસદ, દિલ્હી યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી, નોર્થ-ઇસ્ટમાં બીજેપીનો ચહેરો છે.
પ્રહલાદસિંહ પટેલ- મધ્યપ્રદેશના દામોહથી બીજેપી સાંસજદ, વાજપેયી સરકારમાં રાજ્યમંત્રી રહ્યા, પહેલીવાર 1999માં લોકસભા સાંસદ ચૂંટાયા
આરકે સિંહ- બિહારના આરાથી બીજેપી સાંસદ, 1975 બેચના આઇએએસ કેડરના અધિકારી, ડિસેમ્બર 2013માં બીજેપીમાં સામેલ થયા ગઇ સરકારમાં ઊર્જા રાજ્યમંત્રી રહ્યા હતા.
હરદીપ સિંહ પુરી- 1974માં આઇએફએસ મે ચૂંટાયા, 2009-2013માં યુએનમાં ભારતના પ્રતિનિધિ, ગઇ સરકારમાં શહેરી વિકાસ મંત્રી, અમૃતસરથી આ વખતે લોકસભા હાર્યા છે
મનસુખ માંડવિયા- ગઇ સરકારમાં આદિવાસી રાજ્યમંત્રી, ગુજરાતમાંથી સૌથી વધુ 6 વાર જીતનારા સાંસદ
ફગ્ગનસિંહ ફુલસ્તે- મધ્યપ્રદેશના માંડલાથી બીજેપી સાંસદ, બીજેપીના મોટા આદિવાસી નેતા, ગઇ સરકારમાં સ્વાસ્થ્ય રાજ્યમંત્રી રહ્યા.
અશ્વની ચૌબે- બિહારના બક્સરથી ચૂંટાયા સાંસદ, ગઇ સરકારમાં સ્વાસ્થ્ય રાજ્યમંત્રી, પીએમ મોદીના જબરદસ્ત સમર્થકોમાંના એક, જનસંઘના દિવસોમાં પાર્ટીના સદસ્ય
અર્જુનરામ મેઘવાલ– રાજસ્થાનના બિકાનેરથી બીજેપી સાંસદ, સતત ત્રીજીવાર બિકાનેરથી સાંસદ ચૂંટાયા, ગઇ સરકારમાં સંસદીય કાર્ય રાજ્યમંત્રી., ગઇ સરકારમાં રાજ્ય નાણામંત્રીજળ સંસાધન ગંગા સફાઇના રાજ્યમંત્રી પણ રહ્યા.
વીકે સિંહ- ગાઝિયાબાદથી બીજેપી સાંસદ, ગઇ મોદી સરકારમાં રાજ્યમંત્રી રહ્યા, ભારતીય સૈન્યના ચીફ રહ્યા, 2014માં બીજેપીમાં સામેલ થયા, 2014માં પહેલીવાર લોકસભા પહોંચ્યા, યમનમાં ઓપરેશન રાહત માટે રહ્યા ચર્ચામાં
કૃષ્ણપાલ ગુર્જર- હરિયાણાના ફરીદાબાદથી બીજેપી સાંસદ, ગઇ સરકારમાં સામાજિક ન્યાય રાજ્યમંત્રી, આ વખતે હરિયાણામાં બીજી મોટી જીત હાંસલ કરી.
રાવસાહેબ દાનવે- મહારાષ્ટ્રના જાલનાથી લોકસભા સાંસદ
જી. કિશન રેડ્ડી- તેલંગણાના સિકંદરાબાદથી સાંસદ, અવિભાજિત આંધ્રપ્રદેશના બીજેપી અધ્યક્ષ રહ્યા, ત્રણવાર ધારાસભ્ય રહી ચૂક્યા છે, ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ
પુરુષોત્તમ રૂપાલા- ગુજરાતના બીજેપી રાજ્યસભાના સાંસદ, મોદીની પહેલી સરકારમાં પંચાયતી રાજના મંત્રી, ગુજરાત સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે
રામદાસ આઠવલે- મહારાષ્ટ્રના પંઢરપુરથી લોકસભા સાંસદ, ગઇ સરકારમાં સામાજિક ન્યાય મંત્રી, રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ, 2014માં રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયા, મહારાષ્ટ્રના કદાવર દલિત નેતા તરીકે જાણીતા
સાધ્વી નિરંજન જોષી- યુપીના ફતેહપુરથી બીજેપી સાંસદ, ગઇ મોદી સરકારમાં રાજ્યમંત્રી, ખાદ્ય સંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયની જવાબદારી લીધી હતી, પ્રોફેશનલી મૂળે કથાવાચક છે, નિવેદનોના લીધે ઘણીવાર ચર્ચામાં
બાબુલ સુપ્રિયો- પશ્ચિમ બંગાળના આસનસોલથી બીજેપીના સાંસદ, પ્રખ્યાત બોલિવુડ સિંગર અને ટેલિવિઝન હોસ્ટ, સતત બીજીવાર આસનસોલથી સાંસદ.
ડૉ. સંજીવ બાલિયાન- યુપીના મુઝફ્ફરનગરથી બીજેપી સાંસદ, કૃષિ અને ખાદ્ય પ્રસંસ્કરણ રાજ્યમંત્રી, હરિયાણામાં સરકારી પશુ ચિકિત્સક, 2014માં પણ મુઝફ્ફરનગરથી સાંસદ રહ્યા, પશ્ચિમ યુપીમાં બીજેપીનો મોટો ચહેરો
સંજય ધોત્રે- મહારાષ્ટ્રના અકોલાથી બીજેપી સાંસદ, અકોલાથી સતત ચોથીવાર સાંસદ, ગ્રામીણ વિકાસ પર સ્થાયી સમિતિના સભ્ય
અનુરાગ ઠાકુર- હિમાચલ પ્રદેશના હમીરપુરથી ચોથી વાર ચૂંટાયા સાંસદ, 2011 સર્વશ્રેષ્ઠ યુવા સાંસદનો એવોર્ડ, ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ, 2011માં કોલકાતાથી શ્રીનગર સુધી કાઢી હતી એકતા યાત્રા.
સુરેશ અંગાડી- કર્ણાટકના બેલગામથી બીજેપી સાંસદ, બેલગામથી સતત ચોથીવાર સાંસદ તરીકે ચૂંટાયા, 2004માં પહેલીવાર લોકસભા ચૂંટણી જીતી, એક ઉદ્યોગપતિ અને શિક્ષણવિદ્
નિત્યાનંદ રાય- બિહારના ઉજિયાપુરથી બીજેપી સાંસદ, બિહાર બીજેપીના અધ્યક્ષ અને અમિત શાહની નજીક, 1981માં એબીવીપીથી રાજકીય સફરની શરૂઆત, 2000થી સતત ચાર વાર હાજીપુરથી ધારાસભ્ય ચૂંટાયા
રતનપાલ કટારિયા- હરિયાણાના અંબાલાથી બીજેપી સાંસદ
વી. મુરલીધરન- મહારાષ્ટ્રથી બીજેપી રાજ્યસભા સાંસદ, સામાજિક કાર્યોનો લાંબો અનુભવ, કેરળ બીજેપીના અધ્યક્ષ રહી ચૂક્યા છે.
રેણુકાસિંહ સરૂતા- છત્તીસગઢના સરગુજાથી સાંસદ, મંત્રીમંડળમાં ચોથી મહિલા સભ્ય,
સોમપ્રકાશ- પંજાબના હોશિયારપુરથી સાંસદ, 2012માં ફગવાડાથી ધારાસભ્ય, 2019માં વિજય સાંપલાની જગ્યાએ મળી ટિકિટ, જલંધરના ડેપ્યુટી કમિશ્નર રહી ચૂક્યાં છે
રામેશ્વર તેલી- આસામના દિબ્રુગઢથી સાંસદ, 2014માં પણ દિબ્રુગઢથી મળી હતી જીત, 2010-11 સુધી આસામ વિધાનસભામાં એમએલએ
પ્રતાપચંદ્ર સારંગી- ઓરિસ્સાના બાલાસુરથી બીજેપી સાંસદ, સૌથી ગરીબ સાંસદ,
કૈલાશ ચૌધરી- રાજસ્થાનના બાડમેરથી બીજેપી સાંસદ, માનવેન્દ્ર સિંહને 3 લાખ કરતા વધુ વોટ્સથી હરાવીને સાંસદ બન્યા, પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે.
દેવશ્રી ચૌધરી- પશ્ચિમ બંગાળના રાયગંજથી બીજેપી સાંસદ, પશ્ચિમ બંગાળના બીજેપી મહાસચિવ છે, મમતા સરકારના વિરોધમાં આગળ રહી છે. ડિસેમ્બર 2016માં થઈ હતી ધરપકડ.