Site icon Revoi.in

સુશાંત સિંહ રાજપૂત કેસમાં કંગના રનોતને મળ્યો ભાજપના આ મોટા નેતાનો સાથ

Social Share

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ કંગના રનોત નેપોટિઝમને લઇ સતત નિવેદન આપી રહી છે. તેમને ઘણીવાર કહ્યું કે, સુશાંતનું મોત આપધાતથી નહીં, પરંતુ તેની પાછળ નેપોટિઝમ એક મોટું કારણ છે. હાલમાં જ કંગનાએ એક ચેનલ પર ચોંકાવનારા નિવેદનો આપ્યા હતા અને કહ્યું હતું કે જો તે પોતાની વાત સાબિત નહીં કરી શકે તો તે પદ્મશ્રી એવોર્ડ પાછો આપશે. હવે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ તેમને સપોર્ટ આપ્યો છે.

સુબ્રમણ્યમ સ્વામીએ ટિ્‌વટ કર્યું હતું કે, કંગના રનોત ઓફિસે ઇશકરણનો સંપર્ક કર્યો છે. ઇશકરણ અને હું જલ્દીથી તેના કાયદાકીય અધિકારોમાં કેવી રીતે મદદ કરી શકાય તેની ચર્ચા કરીશું. સાથે જ મુંબઈ પોલીસ સાથેની બેઠક ક્યારે અને કેવી રીતે થઈ શકે છે તે વિશે ચર્ચા કરીશું. મને કહેવામાં આવ્યું છે કે તે હિન્દી સિનેમા સ્ટારડમમાં ટોપ 3 માં સામેલ છે, પરંતુ હિંમત માટે તે પ્રથમ સ્થાન મેળવે છે.

કંગના રનોતે હાલમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મુંબઈ પોલીસે મને સમન્સ મોકલ્યું હતું. હું તે સમયે મનાલીમાં હતી, તેથી મેં તેમને કહ્યું હતું કે હું મારું નિવેદન લેવા માટે કોઈને મોકલી શકું છું, પરંતુ તે પછી કોઈ જવાબ આવ્યો નહીં. જો મેં કંઈક કહ્યું છે અને હું તે સાબિત નથી કરી સકતી તો હું મારા પદ્મશ્રીને પરત કરીશ. કારણ કે, પછી હું તેના લાયક નથી. જે આ રીતે નિવેદન આપે, અત્યારસુધી જે કઈ કહ્યું છે, તે જનતાના હિતમાં છે.

આ પહેલા કંગના સોશિયલ મીડિયા પર નેપોટિઝમને લઇ ઘણી વાર વાત કરી ચૂકી છે. તેણે વીડિયો શેર કરતાં કહ્યું હતું કે સુશાંત આત્મહત્યા કરી શકે નહીં, આ એક પ્લાન કરેલું મડર્ર છે. તે એક રેંકહોલ્ડર છે, તે આવું પગલું ભરી શકતા નથી.

(Devanshi)