Site icon hindi.revoi.in

શ્રીલંકામાં દેશહિતની વાત આવી તો એક થઈ ગયા ભાજપ-કોંગ્રેસના સાંસદો, જમ્મુ-કાશ્મીર મામલે પાકિસ્તાનને ‘તમાચો’

Social Share

નવી દિલ્હી : ભારતીય સાંસદોના એક ડેલિગેશને યુનિસેફના સંમેલનમાં પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દાને ઉઠાવવાની કોશિશને મંગળવારે નિષ્ફળ બનાવી દીધી હતી. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ અને ભાજપના સાંસદ સંજય જયસ્વાલે શ્રીલંકામાં આયોજીત યુનિસેફ સંમેલનમાં પાકિસ્તાની ડેલિગેશનની આવી કોશિશને નાકામિયાબ બનાવી હતી.

ગોગોઈ દ્વારા એક જાહેર કરવામાં આવેલા વીડિયોમાં એ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પાકિસ્તાની ડેલિગેશન દ્વારા કાશ્મીર મુદ્દાને ઉઠાવવાની કોશિશ કરવા પર તેમણે માત્ર ટોક્યા જ ન હતા, પરંતુ પાકિસ્તાનમાં ઈશનિંદા કાયદો, લઘુમતી પર અત્યાચાર સહીત ઘણાં મુદ્દાઓ સાથે પલટવાર પણ કર્યો હતો. તેમા જયસ્વાલ એવું કહેતા દેખાઈ રહ્યા છે કે જમ્મુ-કાશ્મીર ભારતનો આંતરીક મામલો છે.

ગોગોઈએ એક વધુ વીડિયો જાહેર કરીને કહ્યુ છે કે બારત એક જીવંત અને દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે તથા પાકિસ્તાનને પોતાની સમસ્યાઓ તરફ ધ્યાન આપવું જોઈએ. તેમણે કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીર ભારતનો આંતરીક મામલો છે. આ વિષય પર સત્તાપક્ષ, વિપક્ષ અને ત્યાંની જનતાનો અવાજ સાંભળવામાં આવશે, પરંતુ કોઈ ત્રીજા દેશ ખાસ કરીને પાકિસ્તાનને આના વિશે બોલવાનો કોઈ અધિકાર નથી. કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાં  પારીત પ્રસ્તાવમાં પણ આ બિંદુ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

Exit mobile version