Site icon hindi.revoi.in

ARTICLE-370 પર મોદી સરકારના નિર્ણયે કોંગ્રેસને કરી બે જૂથમાં “વિભાજીત”!

Social Share

અનુચ્છેદ-370 પર મોદી સરકારના નિર્ણયથી કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. મિલિંદ દેવડા, દીપેન્દ્ર હુડ્ડા, અદિતિ સિંહ સહીતના કોંગ્રેસની નેતાઓ નિર્ણયની સાતે છે. કોંગ્રેસના નેતાઓના આ બળવાખોર તેવરથી જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને હાલ રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદ બેહદ નારાજ થયા છે.

આઝાદે ક્હ્યુ છે કે જે લોકોને જમ્મુ-કાશ્મીર અને કોંગ્રેસનો ઈતિહાસ ખબર નથી, તે લોકો સાથે મારે કોઈ લેવાદેવા નથી. તે પહેલા કાશ્મીર અને કોંગ્રેસનો ઈતિહાસ વાંચે, પછી કોંગ્રેસમાં રહે.

કાશ્મીરમાંથી અચાનક અનુચ્છેદ-370ને હટાવવાના નિર્ણયને લઈને મોદી સરકારે કોંગ્રેસની મુશ્કેલીઓ વધારી દીધી છે. ભલે કોંગ્રેસે સંસદમાં મોદી સરકારના આ પગલાનો વિરોધ કર્યો હોય, પરંતુ પાર્ટીની અંદર આને લઈને અસમંજસતા છે.

કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવી છે. પાર્ટીના દિલ્હી ખાતેના મુખ્યમથકમાં આ બેઠક યોજાશે. સૂત્રો પ્રમાણે સદસ્યોને હાલ મીટિંગનો સમય જણાવવામાં આવ્યો નથી.

પાર્ટીના સદસ્યોનું કહેવું છે કે સંસદીય કાર્યવાહી સમાપ્ત થયા બાદ કોઈપણ સમયે પાર્ટીની બેઠક બોલાવી શકાય છે. કોંગ્રેસની અંદર જ અનુચ્છેદ-370ને લઈને મતભેદ છે. મિલિંદ દેવડા, દીપેન્દ્ર હુડ્ડા, અદિતિ સિંહ સહીત ઘણાં કોંગ્રેસીઓ અનુચ્છેદ-370માં પરિવર્તનનું સમર્થન કરી રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે રાજ્યસભા અને બાદમાં મંગળવારે લોકસભામાં જમ્મુ-કાશ્મીર પુર્ગઠન બિલને રજૂ કર્યું હતું. સોમવારે જ્યારે રાજ્યસભામાં આ બિલ આવ્યું, તો કોંગ્રેસે આનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસની તરફથી રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે લોકશાહીના ઈતિહાસનો તેને કાળો દિવસ ગણાવ્યો હતો.

Exit mobile version