Site icon Revoi.in

અમિત શાહ ‘મેન ઓફ સ્ટીલ’ છે : ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન બિરેન્દ્રસિંહ

Social Share

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને હટાવવાના નિર્ણય પર ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન બિરેન્દ્રસિંહે ક્હ્યુ છે કે 70 વર્ષમાં જે થયું નથી, તે 70 દિવસોમાં થઈ ગયું. સરદાર પટેલ લોહપુરુષ હતા, કારણ કે ત્યારે આપણા દેશમાં સ્ટીલ ન હતું. આજે આપણા દેશમાં સ્ટેનલેસ સ્ટીલ છે. તેથી હું કહશ કે અમિત શાહ મેન ઓફ સ્ટીલ છે.

બિરેન્દ્રસિંહે આ વાત હરિયાણાના જિંદમાં કહી છે. જિંદમાં જ આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની રેલી પણ છે. હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જાટ નેતા બિરેન્દ્રસિંહે રેલીનું આયોજન કર્યું છે.

જિંદ ચૌધરી બિરેન્દ્ર સિંહનો ગૃહ જિલ્લો પણ છે. જિંદ જિલ્લાની ઉચાના બેઠક પરથી ચૌધરી બિરેન્દ્રસિંહના પત્ની પ્રેમલતા ધારાસભ્ય પણ છે અને હિસાર સંસદીય મતવિસ્તાર પરથી તેમના પુત્ર બૃજેન્દ્રસિંહ સાંસદ પણ છે. ગૃહ પ્રધાન અમિત શાહ આ રેલીને સંબોધિત કરશે. માનવામાં આવે છે કે આ રેલીના બહાનાથી ભાજપ હરિયાણામાં ચૂંટણીનું બ્યૂગલ ફૂંકી રહ્યું છે.

ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે હરિયાણામાં વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકશે. અમિત શાહ જિંદમાં રેલીને સંબોધિત કરશે. આ રેલીમાં હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર, હરિયાણાના પ્રભારી મહાસચિવ અનિલ જૈન સહીત તમામ પ્રધાન અને નેતાઓ પણ હાજર રહેશે.